Valsad : પારડી નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટરની સફાઈ કરવા કોંગ્રેસની માંગ

|

Jun 09, 2022 | 1:01 PM

નેશનલ હાઈવે નં:48 ના સર્વિસ(Service ) રોડ ની આજુબાજુ બનાવવામાં આવેલી ગટરોનું પ્રિમોન્સુન કામગીરી હેઠળ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા મારફતે આ વર્ષે સાફ કરાવવામાં આવી નથી. આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. હતું.

Valsad : પારડી નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટરની સફાઈ કરવા કોંગ્રેસની માંગ
Drainage Problem in Pardi (File Image )

Follow us on

પારડી (Pardi ) નગરપાલિકા વિસ્તારમાં સર્વિસ રોડ (Road ) ઉપર આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ની વરસાદી પાણીના નિકાલ માટેની ગટરની (Drainage ) સફાઈ લાંબા સમયથી થઇ ના હોય વરસાદી પાણી ભરાઈ રહે છે. આથી ચોમાસા પહેલા ગટરની સાફ સફાઈ કરવામાં આવે એવી માંગણી સાથે વિરોધ પક્ષ કોંગ્રેસના પાલિકાનાં સદસ્યોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પારડી તાલુકા મામલતદારને પાલિકાના વિરોધપક્ષના નેતા સહીત કોંગ્રેસના અગ્રણી કાર્યકરો દ્વારા કિલ્લા-પારડી નગરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં:48 ના સર્વિસ રોડ ની આજુબાજુ બનાવવામાં આવેલી ગટરોનું પ્રિમોન્સુન કામગીરી હેઠળ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા મારફતે આ વર્ષે સાફ કરાવવામાં આવી નથી. આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તેમના દ્વારા અપાયેલા આવેદનપત્ર મારફતે મામલતદારને આવનારા ચોમાસા દરમ્યાન પારડી નગરમાં કેવી વિકટ સમસ્યા ઉદભવશે તેનાથી વાકેફ કરાવ્યા હતા. આ આવેદનપત્ર મારફતે વોર્ડ નં-5 ના મહિલા નગરસેવકો દ્વારા પણ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે વોર્ડ નં-5 નો સૌથી મોટો વિસ્તાર નેશનલ હાઈવે નંબર-48  ને અડીને આવેલો છે. સમગ્ર કિલ્લાપારડી નગરનો મહત્તમ વિસ્તાર નેશનલ હાઈવેની આજુબાજુ અડીને આવેલ છે. આથી આ નેશનલ હાઈવેની ગટર સાફ નહીં કરાવવામાં આવશે તો સમગ્ર કિલ્લા-પારડી નગરનું સામાન્ય જનજીવન ચોમાસા દરમિયાન પ્રભાવિત થશે. આ બાબતે વિરોધપક્ષના નેતા અને આવેદનપત્ર આપનારા નગરસદસ્યો અને જાગૃત નાગરિકો દ્વારા હાઈવે ઓથોરિટી ના જવાબદાર અધિકારીઓ નો સંપર્ક કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાઈવેના સર્વિસ રોડ બાજુમાંની ગટર સફાઈની કામગીરી જે એજન્સીને આપી હતી. તેમના દ્વારા આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વિરોધપક્ષના નેતા અને નગરસદસ્ય દ્વારા આ કામગીરી નથી થઈ તે બાબતે સચોટ રીતે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેમને કહ્યું અમારી એજન્સી દ્વારા જે સમયમર્યાદામાં આ કામગીરી કરવાની હોય તે પૂર્ણ કરી દીધી છે. આથી હવે અમે આ કામગીરી નહીં કરી શકીએ. આવા જવાબો આપી જવાબદારીમાંથી છટકી ગયા છે. કિલ્લા-પારડી નગરને આવનારા ચોમાસા દરમ્યાન જળબંબાકાર કરવાની પરિસ્થિતિ તેમના દ્વારા લાવીને મૂકી દેવામાં આવી છે.

Next Article