Valsad : કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે એકશન પ્લાન તૈયાર, તહેવારોમાં ગાઈડ લાઇન અમલ માટે તંત્ર સજ્જ

|

Sep 04, 2021 | 7:33 PM

વલસાડ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગને સાથે રાખીને આયોજિત આ બેઠકમાં આગામી દિવસોમાં તહેવારો દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું કડકાઇથી પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ગુજરાત(Gujarat) ના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના(Corona) ના કહેરને ધ્યાન રાખીને વલસાડ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સામે તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.  વલસાડના કલેક્ટર ક્ષિપ્રા અગ્રેની અઘ્યક્ષતામાં કલેટરર કચેરી ખાતે એક બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગને સાથે રાખીને આયોજિત આ બેઠકમાં આગામી દિવસોમાં તહેવારો દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું કડકાઇથી પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ગણેશ મહોત્સવ અને  નવરાત્રિને  લઇને પોલીસ વિભાગને કલેકટર દ્વારા ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા. જિલ્લામાં  કોરોના રસીકરણને લઇને પણ આરોગ્ય વિભાગની કામગીરીને પણ કલેક્ટરે નોંધ લીધી છે.જિલ્લાના વાપી અને ઉમરગામમાં ૯૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે.તો જિલ્લામાં કોરોનાના પ્રથમ ડોઝ નું કુલ ૮૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે.

જ્યારે ત્રણ પીએચસી સહીત કુલ ૭૨ ગામોમાં ૧૦૦ ટકા કોરોનાની રસીકરણ કામગીરી પૂર્ણ થઇ ગઈ છે.આ તમામ ઝડપી પ્રક્રિયાને કારણે જિલ્લામાં ૧૩ ઓગષ્ટથી  એક પણ કોરોનાનો નવો કેસ બહાર આવ્યો નથી.આમ મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડ જિલ્લામાં ખાસ સાવચેતી લેવામાં આવી રહી છે.આ સમગ્ર બાબતે જિલ્લા કલેકટરે મીડિયા સાથે મહત્વના સુચનોનું પણ આદાનપ્રદાન કર્યું  હતું.

આ  પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની નવા પશ્ચિમ ઝોન ઓફિસમાં ડેપ્યુટી કમિશ્નર અને વોટર કમિટીના ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી

આ પણ વાંચો : PM Modi : આ મહિનાના અંતમાં કરી શકે છે અમેરિકાનો પ્રવાસ, જો બાઇડન સાથે પહેલી વાર કરશે વ્યક્તિગત મુલાકાત

Published On - 7:31 pm, Sat, 4 September 21

Next Video