Valsad : આરોગ્યતંત્ર સતર્ક થયું, મહારાષ્ટ્રમાંથી પ્રવેશતા લોકોનું ચેકપોસ્ટ પર કોરોના ચેકિંગ

|

Sep 05, 2021 | 9:22 PM

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં સવાર લોકોના ૨ ડોઝ વેકસિન અથવા તો આર.ટી.પી.સી.આર ચેક કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી એક વખત વધતા વલસાડ ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.જેથી સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ફરી એક વખત ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલી ચેક પોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.

કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં જે રીતે રાજ્યમાં પ્રવેશતા તમામ ચેકપોસ્ટો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.એવી જ રીતે ફરી એક વખત મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર તલાસરી ખાતે આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં સવાર લોકોના ૨ ડોઝ વેકસિન અથવા તો આર.ટી.પી.સી.આર ચેક કરવામાં આવી રહ્યા છે.

જો કોઈ મુસાફર પાસે આર.ટી.પી.સી.આર કે ૨ ડોઝનું પ્રમાણ પત્ર ન હોય તો તેમના ટેસ્ટ માટેની પણ તૈયારી પણ કરવામાં આવી છે.સલામતીના ભાગ રૂપે વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્થી ગુજરાતમાં પ્રવેશતા ૩ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.ભિલાડ,કપરાડા અને ધરમપુર તાલુકામાં ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો ચેકિંગ કરી રહી છે.

જોકે આ વખતે આરોગ્ય અધિકારીઓ માટે કોઈ ખાસ વ્યસ્થા ઉભી કરવામાં આવી નથી અને ખુલ્લામાં તેમને મુસાફરોનું ચેકિંગ કરવાની ફરજ પડી રહી છે.

આ પણ વાંચો : AMCની ડીમોલેશન ડ્રાઇવને લઇને વિવાદ, કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં જ ડીમોલેશન કાર્યવાહીનો કોંગ્રેસ ધારાસભ્યોનો આક્ષેપ

આ પણ વાંચો :Maharashtra : ‘તમારી રાજનીતિ ચાલે છે, લોકો મરે છે’, મંદિર ખોલવાનો આગ્રહ કરનારાઓને CM ઉદ્ધવ ઠાકરેનો જવાબ 

Published On - 9:20 pm, Sun, 5 September 21

Next Video