વલસાડ : નંદાવલા નજીક ટેમ્પો અને રોડ પર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, ઘટના સ્થળ પર 1નું મોત

|

Feb 02, 2023 | 2:22 PM

આઈસર ચાલકના મૃતદેહને 2 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા રુરલ પોલીસ અને 108ની ટીમ તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી.

રાજ્યભરમાં સતત અકસ્માતની બનતી ઘટના વચ્ચે એક અકસ્માતની ઘટના વલસાડ નેશનલ હાઈવે 48 પર નંદાવલા નજીક સામે આવી છે. અંકલેશ્વરથી કેમિકલના ડ્રમ ભરીને જઈ રહેલો ટેમ્પો રોડ પર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માતમા આઈસર ચાલકનું કેબીનમાં ફસાતા ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આઈસર ચાલકના મૃતદેહને 2 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા રુરલ પોલીસ અને 108ની ટીમ તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : વલસાડ : ધરમપુર નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

આ અગાઉ પણ વલસાડમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. વલસાડના ધરમપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બિલપુડી પાસે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત પામેલ યુવક ફૂલવાડી ગામનો હોવાનું સામે આવ્યું હતું.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ અગાઉ રાજકોટમા પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના ફુટેઝ સામે આવી રહ્યાં હતાં. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન થયું હતું.

Published On - 12:28 pm, Thu, 2 February 23

Next Article