Valsad: વૈશાલી હત્યા કેસમાં આરોપી સુખવિંદરે કર્યો ખુલાસો, પંજાબથી વલસાડ આવવા અને હોટેલમાં રોકાવા સહિતનો તમામ ખર્ચ બબીતાએ ઉઠાવ્યો

|

Sep 09, 2022 | 8:28 PM

Valsad: વલસાડના બુહચર્ચિત ગાયિકા વૈશાલી હત્યા કેસમાં પંજાબથી પકડાયેલા આરોપી સુખવિંદરે મોટો ખૂલાસો કર્યો છે. હોટેલમાં રોકાવા માટે બબીતાએ ગૂગલ પેથી પૈસા ચુકવ્યા હતા. સુખવિંદરનો પંજાબથી વલસાડ આવવા સહિતનો તમામ ખર્ચ બબીતાએ ઉઠાવ્યો હતો.

Valsad: વૈશાલી હત્યા કેસમાં આરોપી સુખવિંદરે કર્યો ખુલાસો, પંજાબથી વલસાડ આવવા અને હોટેલમાં રોકાવા સહિતનો તમામ ખર્ચ બબીતાએ ઉઠાવ્યો

Follow us on

વલસાડ(Valsad)ના બહુચર્ચિત ગાયિકા વૈશાલી હત્યા(Vaishali Murder) કેસમાં આરોપી સુખવિંદરે મોટો ખૂલાસો કર્યો છે. હોટેલમાં રોકાવા માટે બબીતાએ ગૂગલ પે થી પૈસા ચુકવ્યા હોવાનુ જણાવ્યુ છે. સુખવિંદરના પંજાબથી વલસાડ આવવા સહિતનો તમામ ખર્ચ બબીતાએ ઉઠાવ્યો હતો. તેવો ખૂલાસો થયો છે. રૂપિયા ચુકવણીના પૂરાવા આરોપી સુખવિંદર પાસેથી મળી આવ્યા છે. આરોપી 11 વર્ષથી બબીતાના સંપર્કમાં હતો. વૈશાલી અને બબીતા(Babita)ની પૈસાની લેતી-ેદેતી મામલે સુખવિંદર અજાણ હોવાનું જણાવ્યુ છે.

બબીતાએ આપી હતી હત્યાની સોપારી

ગાયિકા વૈશાલી હત્યા કેસમાં એક પછી એક કડી રોજ નવી સામે આવી રહી છે. અત્યાર સુધીની જે તપાસ થઈ રહી હતી તેમા બબીતાએ એ પ્રકારના નિવેદનો આપ્યા હતા કે બબિતાએ તેના મિત્ર કોન્ટ્રાક્ટ કિલરને સોપારી આપી હતી. આ સોપારી આપવા પાછળનું કારણ એવુ દર્શાવવામાં આવ્યુ હતુ કે તેની પાસે પૈસા નથી, આર્થિક તંગી છે અને આર્થિક તંગીથી તે કંટાળી હતી. બીજી તરફ વૈશાલી પૈસાની ઉઘરાણી કરતી હતી એટલા માટે તેની હત્યાની સોપારી આપી હતી.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

સુખવિંદરના પંજાબથી વલસાડ આવવાના અને હોટેલમાં રોકાવાના પૈસા બબીતાએ ચુકવ્યા

કોન્ટ્રાક્ટ કિલર સુખવિંદર સિંઘ ઉર્ફે સુખાએ પોલીસની પૂછપરછમાં એવુ જણાવ્યુ કે તેની ફ્રેન્ડના ડિવોર્સ વૈશાલીના કારણે થયા હતા અને તેનો બદલો લેવો છે તેમ કહીને 8 લાખ રૂપિયાની સોપારી આપી હતી. કોન્ટ્રાક્ટ કિલર સુખવિંદર સિંઘનો પણ ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. અગાઉ એ ચોરીના ગુનામાં પણ પકડાયો હતો.

આપને જણાવી દઈએ કે આરોપી સુખવિંદરસિંઘના પિતા આર્મીમાં હતા અને ત્યાંથી રિટાયર્ડ થયા બાદ નેવીમાં હતા. આ આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી ત્રિલોકસિંહના પિતા પણ આર્મીમાં હતા. આ બંને મિત્રો ચોરીના રવાડે ચડી જતા બંનેના પિતાએ તેમને પરિવારમાંથી તરોછોડી દીધા હતા અને તેમની સાથેના સંબંધ કાપી નાખ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર બંનેના પિતાએ ન્યૂઝ પેપરમાં એવા જાહેરાત પણ આપી હતી કે આ લોકોને તેમના પરિવાર સાથે કંઈ લેવાદેવા નથી. ત્યારબાદ આ બંને આરોપીઓ નાની-મોટી ચોરીને અંજામ આપતા હતા. અત્યાર સુધીની જે તપાસ થઈ છે તેમા સૌપ્રથમ આ હત્યાનો ગુનો તેમણે આચર્યો હોવાનુ સામે આવ્યુ છે. જો કે પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે અને ગુનામાં સંડોવાયેલ હજુ એક આરોપી પકડવાનો બાકી છે.

ઈનપુટ ક્રેડિટ- સચિન કુલકર્ણી, વલસાડ

Next Article