વલસાડમાં વરસાદી આફતના આકાશી દૃશ્યો, ઔરંગા નદીએ તબાહી મચાવી, ગામડાં બેટમાં ફેરવાયાં

|

Jul 11, 2022 | 2:17 PM

આકાશી આંખથી લેવાયેલા આ દ્રશ્યોમાં ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકોના ઘરમાં પણ નદીના પાણી ઘુસી ગયા છે.

વલસાડ (Valsad) માં વરસાદી (Rain) આફતના આકાશી (Aerial) દ્રશ્યો સામે આવ્યાં છે. ઔરંગા નદીએ મચાવેલી તબાહીના ડ્રોન દ્રશ્યોમાં નદીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. આકાશી આંખથી લેવાયેલા આ દ્રશ્યોમાં ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેતરો જળાશયો બની ગયા છે. લોકોના ઘરમાં પણ નદીના પાણી ઘુસી ગયા છે.  ભરૂડિયાવાળ અને કાશ્મીરા નગરમાંથી તમામ લોકોને હાલ બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે આ વિસ્તારના ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. વલસાડ નગરપાલિકા દ્વારા તમામ લોકોને નજીકના સેન્ટર હોમમાં શિફ્ટ કરી તેઓનું ધ્યાન રખાઈ રહ્યું છે.

તળિયાવાળમાં ઓરંગા નદીના પ્રકોપનો પ્રભાવ ધીરે ધીરે વધી રહ્યો છે હાલ તરિયાવાળના જે ઘરોમાં ઓટલા સુધી પાણી હતા તે હવે છાપરા સુધી પહોંચી રહ્યા છે જેને લઈને ઘરોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે હાલની સ્થિતિમાં તળિયાવાળના આ વિસ્તારમાં કોઈપણ જઈ શકે એમ નથી અને તંત્ર પણ કુદરત સામે લાચાર છે.

નવસારીમાં ઔરંગા નદીએ મચાવી તબાહી વેરી છે. નવસારીના ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઔરંગા નદીથી જળમગ્ન થયેલા ખેરગામ તાલુકાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યાં છે. ઉપરવાસ થયેલા ભારે વરસાદ બાદ ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. કાઠાં વિસ્તારના અનેક ગામોમાં ઔરંગા નદીના જળ ઘુસી ગયાં છે. નોંધાઈ ગામના લો લેવલ ગરનાળા પર પાણી ફરી વળતા 10 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઔરંગા નદીના વધતા જળસ્તરને જોતા ખેરગામ તાલુકાના તંત્રને એલર્ટ કરાયું છે.

Published On - 2:17 pm, Mon, 11 July 22

Next Video