દ્વારકાની ઘટના બાદ વલસાડના દરિયાકાંઠે પણ સ્થાનિક પોલીસ અને મરીનની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું

| Edited By: | Updated on: Nov 13, 2021 | 12:33 PM

વર્ષ 1993માં વલસાડના દરિયાકાંઠેથી મોટું RDX લેન્ડીંગ કૌભાંડ સામે આવ્યું હતું. RDX લેન્ડીંગ કૌભાંડમાં વલસાડ જિલ્લો ખુબ ચર્ચામાં રહ્યો હતો. તો સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા.

VALSAD : દ્વારકામાંથી ઝડપાયેલા ડ્રગ્સ રેકટ બાદ હવે રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે..દ્વારકાની ઘટના બાદ વલસાડના દરિયાકાંઠે પણ સ્થાનિક પોલીસ અને મરીનની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. નારગોલ મરીન પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમે 70 કિલોમીટરના દરિયાકાંઠામાં ફુટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ શરૂ કર્યું છે. દરિયાઈ સુરક્ષા માટે વલસાડ જિલ્લા પોલીસ પાસે પુરતી સુવિધાઓનો અભાવ છે. પોલીસે ભાડેથી બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ કરવું પડે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1993માં વલસાડના દરિયાકાંઠેથી મોટું RDX લેન્ડીંગ કૌભાંડ સામે આવ્યું હતું. RDX લેન્ડીંગ કૌભાંડમાં વલસાડ જિલ્લો ખુબ ચર્ચામાં રહ્યો હતો. તો સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા. થોડા દિવસો પહેલા મુંદ્રામાંથી પણ કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ દ્વારકામાંથી ડ્રગ્સ રેક્ટ સામે આવ્યું છે ત્યારે સુરક્ષાને લઈને કોઈ કમી ન રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એલર્ટ થઈ ગઈ છે.

દ્વારકા ડ્રગ્સ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ત્રણ શખ્સો હાલ રિમાન્ડ પર છે.તો બીજી તરફ પોલીસે પાકિસ્તાની માછીમારી બોટમાંથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મેળવી સલાયામાં ડ્રગ્સ લાવનારા બે શખ્સોની ધરપકડ કરી છે…પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે..આ ઉપરાંત બે કાર અને એક બોટ પણ જપ્ત કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે પહોંચાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : AHMEDABAD : હિંદુ નામ રાખીને રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, નકલી પાસપોર્ટ, પાનકાર્ડ સહીતના દસ્તાવેજ મળી આવ્યાં

આ પણ વાંચો : 3 કરોડનું કૌભાંડ : દાહોદ DEO ઓફીસમાં GPF ફંડનું 3 કરોડથી વધુનું કૌભાંડ, ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી