Monsoon 2022: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, જાણો ક્યાં પડ્યો છે સૌથી વધુ વરસાદ

|

Jun 30, 2022 | 12:19 PM

મોટા ભાગના સ્થળોએ અડધાથી લઈને બે ઈંચ વરસાદ (Rain) વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં (Vapi) સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચ અને પારડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગમાં વરસાદને કારણે નયન રમ્ય દ્રશ્યો સર્જાયેલા છે.

Monsoon 2022: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, જાણો ક્યાં પડ્યો છે સૌથી વધુ વરસાદ
પ્રતિકાત્મક કસવીર

Follow us on

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon) જામી ગયુ છે. મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારને ધમરોળી દીધુ છે. ગઇકાલે પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદ (Rain) ખાબક્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદને કારણે તાપમાન પણ નીચુ ગયુ છે. મોટા ભાગના સ્થળોએ અડધાથી લઈને બે ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે સૌથી વધુ વલસાડમાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચ અને પારડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગમાં વરસાદને કારણે નયન રમ્ય દ્રશ્યો સર્જાયેલા છે.

સારા વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

સુરતના રાંદેર, કતારગામ, અડાજણ, પીપલોદ, ડુમ્મસ રિંગ રોડ પર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છૂટકારો મળ્યો. આ તરફ ભાવનગરના મહુવામાં અને જેસરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તાર વીજપડી, છાપરી, ડેડકડી સહિતના વિસ્તારોમાં વરસાદથી હર્ષની લાગણી છવાઈ છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ડાંગના ગિરિમથક સાપુતારામાં અને વ્યારામાં વરસાદી ઝાપટા પડયા છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વ્યારા શહેર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

ભાવનગરમાં તોફાની વરસાદ

ભાવનગર જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેસર તાલુકામાં ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રબારિકા, ઈટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિગ કરી છે. ધોધમાર વરસાદના પગલે અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. સતત પડી રહેલા વરસાદના કારણે બીલા ગામની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ

તો આજે વહેલી સવારે વલસાડમાં હવામાન ખાતાની આગાહીના પગલે વરસાદી માહોલ જોવા મળ્યો. જે પછી અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે.
વલસાડ શહેરના મુખ્ય અંડરપાસમાં પાણી ભરાયા છે. 28 ગામોને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યો છે. અંડરપાસમાં પાણી ભરાતા વહેલી સવારે જતા નોકરિયાતને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Published On - 8:18 am, Thu, 30 June 22

Next Article