Monsoon 2022 : ભાદરવામાં અષાઢી માહોલ જામશે ! રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદના એંધાણ
સૌરાષ્ટ્રમાં (saurashtra) અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) પડશે.
રાજ્યમાં (Gujarat) આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે.9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, (navsari) ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો-છવાયો વરસાદ
બીજીતરફ સૌરાષ્ટ્રમાં (saurashtra) અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધશે.તો અમદાવાદમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે.હાલમાં 35 ડિગ્રી તાપમાન છે.જે વધીને 37 ડિગ્રીએ પહોંચશે.જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો-છવાયો વરસાદ પડવાની પણ આગાહી છે.
વલસાડમાં ભારે વરસાદ પડ્યો
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી પડતા ભાદરવા માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર, વાપી, પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે,વલસાડ શહેરમાં તો મધરાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ઉકરાટથી રાહત મળી હતી.