મધ દરિયે ફસાયા માછીમારો : ફરી એક વાર કોસ્ટગાર્ડે પોતાનો જીવ જોખમમાં મુકીને 11 જીંદગી બચાવી, જુઓ VIDEO

|

Aug 18, 2022 | 11:22 AM

વલસાડથી  14 કિલોમીટર મધ દરિયે માછીમારોની (Fisherman) બોટ ફસાઈ હતી.જે અંગેની દમણ કોસ્ટગાર્ડને (Costguard)  જાણ થતા જ ટીમે એક્શન પ્લાન ઘડીને માછીમારોને એરલીફ્ટ (Airlift) કરી બચાવ્યા હતા.

મધ દરિયે ફસાયા માછીમારો : ફરી એક વાર કોસ્ટગાર્ડે પોતાનો જીવ જોખમમાં મુકીને 11 જીંદગી બચાવી, જુઓ VIDEO
Indian Coast Guard saves fishermen

Follow us on

Valsad : ફરી એક વાર કોસ્ટ ગાર્ડે 11 જિંદગી બચાવી છે.વલસાડથી  14કિલોમીટર મધ દરિયે માછીમારોની (Fisherman) બોટ ફસાઈ હતી. જે અંગેની દમણ કોસ્ટગાર્ડને (Coast guard)  જાણ થતા જ ટીમે એક્શન પ્લાન ઘડ્યો. અને ત્વરિત હરકતમાં આવીને તમામ માછીમારોને એરલીફ્ટ (Airlift) કરી બચાવી લીધા છે. આ પહેલા નવસારીથી મુંબઈ તરફ જઈ રહેલી બોટ યાંત્રિક ખામીના કારણે દરિયામાં ફસાઈ ગઈ હતી અને બોટમાં પાણી ભરાઈ જતા બોટ ડૂબી રહી હતી ત્યારે મધદરિયે બોટમાં (Boat) સવાર 14 માછીમારોના જીવ જોખમમાં મૂકાયા હતા. આ સમયે જ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર મધદરિયે પહોંચી અને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

જુઓ વીડિયો

આજે પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ વરસાદી (Rain Forecast) માહોલ યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, કચ્છ (kutch) અને પાટણમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. આ સિવાય અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. મહત્વનું છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

Published On - 8:55 am, Thu, 18 August 22

Next Article