Weather Update : બનાસકાંઠા અને છોટાઉદ્દેપુર સહિતના જિલ્લાઓમાં મેઘાના મંડાણ, જાણો તમારા શહેરના હવામાનનો મિજાજ

|

Sep 28, 2022 | 7:20 AM

રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની (Rain) આગાહી કરી છે. જો હવામાનનુ માનીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

Weather Update : બનાસકાંઠા અને છોટાઉદ્દેપુર સહિતના જિલ્લાઓમાં મેઘાના મંડાણ, જાણો તમારા શહેરના હવામાનનો મિજાજ
Gujarat Weather Update

Follow us on

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) ક્રમશ: વિદાય લઇ રહ્યુ છે. 21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની (Rain) આગાહી કરી છે. જો હવામાનનુ માનીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

ઉતર ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક બફારો

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 27 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ વરસાદ થવાની શક્યતા કોઈ શક્યતા નથી. તો આણંદમાં (Anand)વરસાદના કોઈ એંધાણ નથી.જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.તો વરસાદની શક્યતા નહિવત છે.બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ મધ્યમ વરસાદ પડશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે.

આ શહેરોમાં વરસાદની શક્યતા નહિવત

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે. તો દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ મધ્યમ વરસાદની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ વરસાદની શક્યતા નહિવત છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેર યથાવત

તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ ભારે વરસાદની સંભાવના છે. ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.જ્યાં બફારાનો અનુભવ થશે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(Mehsana) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.અને વરસાદની કોઈ સંભાવના નથી.તો મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે,તો વરસાદ થવાની સંભાવના નથી. વલસાડમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 30 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે,તેમજ વરસાદની શક્યતા નહિવત છે. પાટણમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 33 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે .તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 35 નોંધાશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Published On - 7:15 am, Wed, 28 September 22

Next Article