સંઘપ્રદેશ દમણમાં હોટલ સંચાલકનું હાર્ટ એટેકથી મોત, પિતા સાથે વાત કરતા કરતા ઢળી પડ્યા, જુઓ Video

|

Mar 23, 2023 | 3:39 PM

સંઘપ્રદેશ દમણમાં હોટલ સંચાલકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. સમગ્ર ઘટના આ CCTVમાં લાઇવ જોવા મળે છે.

સંઘપ્રદેશ દમણમાં હોટલ સંચાલકનું હાર્ટ એટેકથી મોત, પિતા સાથે વાત કરતા કરતા ઢળી પડ્યા, જુઓ Video

Follow us on

આજકાલ હાર્ટ એટેકની કેસમાં ખૂબ જ વધારો થતો જઇ રહ્યો છે. હરતા ફરતા વ્યક્તિને પણ ગમે ત્યારે હાર્ટ એટેકે આવી જાય છે. ત્યારે આવી જ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સંઘપ્રદેશ દમણમાં હોટલ સંચાલકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. સમગ્ર ઘટના આ CCTVમાં લાઇવ જોવા મળે છે.

સંઘપ્રદેશ દમણમાં એક હોટેલ સંચાલક કમ્પાઉન્ટમાં પાર્ક કરેલા એક ટુ વ્હીલર પર બેસ્યા હતા. ત્યાં તેઓ બેસીને પોતાના પિતા સાથે વાતો કરી રહ્યા હતા. જો કે વાત કરતા કરતા અચાનક તેમને હાર્ટ એેટેક આવી ગયો હતો. જેના CCTV સામે આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

CCTVમાં જોઇ શકાય છે કે દમણના દેવકા ખાતે સનરાઈઝ હોટલના સંચાલક એક ટુ વ્હીલર પર બેઠા છે અને સામે અન્ય ટુ વ્હીલર પર હોટલ સંચાલકના પિતા બેસ્યા છે. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. અચાનક જ હોટેલ સંચાલકને એટેક આવ્યો અને તેઓ ધડામ કરીને એક્ટિવા સાથે જ નીચે પડી જાય છે. હોટેલ સંચાલકને હાર્ટ એટેક આવવાના આ લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.

યુવાનીમાં હાર્ટ એટેક આવવાનું કારણ આ હોઈ શકે છે

સ્ટ્રેસઃ જવાબદારીઓના બોજ કે અન્ય કારણોસર કોઈપણ વ્યક્તિને તણાવની સમસ્યા થઈ શકે છે. જો તણાવ વધે છે, તો તે ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, મોટાભાગના કેસમાં હાર્ટ એટેક યુવાનોમાં તણાવને કારણે આવે છે.

ખોરાકઃ વ્યસ્ત જીવનની વચ્ચે મોટા ભાગના યુવાનો પોતાના ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપી શકતા નથી. ઘણી વખત લોકો બહારનું જંક અથવા ઓઇલી ફૂડ ખાવા માટે મજબૂર હોય છે, પરંતુ કેટલાક લોકોને આવા ખોરાકની આદત પડી જાય છે. આ પ્રકારના ખોરાકને કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. તેમના વધુ પડતા સેવનથી શરીરમાં હાઈ બીપી અને અન્ય સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે.

અનિયમીત જીવનશૈલી: આજના મોટાભાગના યુવાનોની જીવનશૈલી ખૂબ જ બગડેલી છે. ગમે ત્યારે સૂવું, ગમે ત્યારે ખાવાનું ખાવા જેવી આદતોને કારણે ઘણી શારીરિક સમસ્યાઓ થાય છે. વ્યસ્ત શિડ્યુલને કારણે યુવાનો પોતાની જીવનશૈલી પર ધ્યાન નથી આપી શકતા પરંતુ આ ભૂલ તમને હાર્ટ એટેકના દર્દી બનાવી શકે છે.

Next Article