
વલસાડ ખાતે નાબાર્ડ અને ઇફ્કો કિસાન કંપનીના સહયોગથી ભારત સરકારની 10 હજાર FPO (ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) યોજના અંતર્ગત બનેલી ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લી.ના એગ્રો-ઈનપુટ સેન્ટરનું ઉદ્ઘાટન ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે કરવામાં આવ્યું હતું.
ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને સસ્તા ભાવે દવા, ખાતર બિયારણ પૂરું પાડવામાં આવશે. વલસાડ જિલ્લા કલેકટરે FPO બનાવવાના ફાયદા, સરકાર તરફથી મળતા લાભો અને એફપીઓ દ્વારા ખેડૂતો કેવી રીતે મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકે તેની માહિતી આપી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરાસીયા દ્વારા FPOને ખેતીવાડી ખાતા દ્વારા મળતા લાભ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. નાબાર્ડના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ મેનેજર ગૌરવ કુમાર દ્વારા FPOને નાબાર્ડ અને ભારત સરકાર દ્વારા મળતા લાભની જાણકારી આપી હતી. ઇફકો કિસાન સુવિધા લિ. કંપનીના દેવેન્દ્ર શર્મા દ્વારા ધરમપુર ફાર્મર્સ કંપની દ્વારા થયેલી કામગીરી અને અગાઉના સમયમાં થનાર કામગીરી વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે ધરમપુરના પ્રાંત અધિકારી અમિત એચ. ચૌધરી, આત્મા વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એન.પટેલ, ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ચેરમેન કિશોરભાઇ જાદવ અને બોર્ડ ઓફ ડિરેકટર ગમનભાઈ, રાજેશભાઈ, તરુણભાઈ, મહેશભાઈ, મહેન્દ્રભાઈ, ગણેશભાઈ, સંજયભાઈ, સુરેશભાઈ, વીણાબેન અને પંકજભાઈ ભોયા અને ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના CEO અક્ષયભાઈ અને એકાઉન્ટન્ટ વૈશાલીબેન તથા 150 થી વધુ સભાસદો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : Narmada : રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે : ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ
મહત્વનુ છે કે ખેડૂતોના વિકાસ માટે સરકાર સતત નવા સંશોધનો કરી રહી છે. ત્યારે વલસાડને મળેલી આ ભેટ થી ખેડૂતોને ખૂબ ફાયદો થશે તે ચોક્કસ છે. કારણ કે ખેડૂતોની પ્રાથમિક જરૂરિયાત એ સસ્તું બિયારણ અને ખાતરની છે જે આના થકી પૂરી થશે. આ સાથે ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવવા એગ્રીકલ્ચર યુનિ. પણ કામે લાગી છે. ખેડૂતોને કઈ રીતે સારી ઉપજ મળી રહે તે માટેના બિયારણ તૈયાર કરાઇ રહ્યા છે. હાલના સમયમાં ખાતર અને બિયારણના વધતાં ભાવ સામે સરકારની આ નીતિ ખેડૂતો માટે ખૂબ લાભદાયી માનવમાં આવે છે.
Published On - 3:45 pm, Thu, 26 October 23