દમણ Video : જામપોર બીચ પર ભારે પવનને કારણે ઉપર સુધી ઊડેલું પેરાશૂટ નીચે પટકાતા ત્રણને ઇજા

|

May 23, 2022 | 10:36 AM

દમણના (Daman )દરિયા કિનારે આ પ્રમાણેની પેરાશુટ એક્ટીવીટી ચાલુ રખાતા પર્યટકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભો થઈ રહ્યા છે. ત્યારે લોકોના જીવ સાથે ચેડા કરતા આવા પેરાશુટ ઓપરેટર સામે તંત્ર સખ્ત કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.

દમણ Video : જામપોર બીચ પર ભારે પવનને કારણે ઉપર સુધી ઊડેલું પેરાશૂટ નીચે પટકાતા ત્રણને ઇજા
Jampor beach at Daman (File Image )

Follow us on

સંઘ પ્રદેશ દમણમાં (Daman ) રવિવારનાં રોજ મોટી દમણ ખાતે આવેલા જામપો૨ (Jampor ) દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ (Tourist )દરિયા કિનારે મોજ મસ્તી કરી રહ્યા હતા. જો કે, વીક એન્ડ દરમ્યાન જામપોર દરિયા કિનારે પર્યટકો અનેક વોટર સ્પોર્ટ્સ અને પેરાશુટની પણ મજા માણતા હોય છે. રવિવારે અહીં પેરાશૂટની મજા માણવા પહોંચેલા એક પરિવાર સાથે દુર્ઘટના સર્જાઈ હતી.

રવિવારનાં રોજ સાંજે 4.30 થી 5 વાગ્યાના અરસામાં નવસારીનો એક પરિવાર પણ મોજમસ્તી સાથે પેરાશુટની મજા માણવા માટે લાઈનમાં ઉભો હતો. જ્યાં તેમનો નંબર આવતા પરિવારનાં 45 વર્ષના વ્યક્તિ અને 7 વર્ષનો એક દિકરો પેરાશુટમાં ચડવા માટે તૈયાર થયો હતો.

તેમની સાથે એક સ્થાનિક પેરાશુટ ઓપરેટર પણ હતો. ત્યારે જેવી પેરાશુટની જીપ તેમને ટેકઓફ કરી હવામાં ઉપ૨ સુધી લઈ ગઈ એ દરમ્યાન ભારે પવનને કારણે દિશા બદલાઈ જવા પામી હતી. અને ઉપ૨ સુધી ઉડેલું પેરાશુટ અચાનક સીધુ નીચે ફંગોળાઈને દરિયા કિનારે રેતીમાં પટકાઈ જવા પામ્યું હતું. જેને લઈ પેરાશુટમાં સવા૨ નવસારીના પર્યટક વિજેન્દ્ર તપેન્દ્ર સિંહ અને આદિત્ય અવધેશ યાદવ તથા પેરાશુટ ઓપરેટ ગજેન્દ્ર સીતારામ રાણાને શરીરે ગંભીર ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વાપીની ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કર્યા હોવાની જાણકારી મળી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નોંધનીય છે કે, ચોમાસાની ઋતુ નજીક હોય ત્યારે હવાની દિશા બદલાતી હોય છે. સાથે બંગાળની ખાડીમાં પણ હવાનું દબાણના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. એવા સમયમાં પણ દમણના દરિયા કિનારે આ પ્રમાણેની પેરાશુટ એક્ટીવીટી ચાલુ રખાતા પર્યટકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભો થઈ રહ્યા છે. ત્યારે લોકોના જીવ સાથે ચેડા કરતા આવા પેરાશુટ ઓપરેટર સામે તંત્ર સખ્ત કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. હાલ તો, આ ઘટના ને લઈ જામપોર બીચ પર હાજર રહેલા અન્ય પર્યટકોમાં પેરાશુટ તુટી પડવાની ઘટનાને નજરે નિહાળતા તેમનામાં ગભરાટ વ્યાપી જવા પામ્યો છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

જુઓ વિડીયો

Next Article