Valsad Breaking News : વલસાડમાં સુગર ફેકટરી સામે આવેલી 12 દુકાનમાં ભીષણ આગ, એકનું મોત

આ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી મળી છે. તો 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુકાનમાં ફસાયેલો એક વ્યક્તિ બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. દુકાનમાં કોના દ્વારા કેમીકલ મુકાયું અને કોની દુકાનો છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

Valsad Breaking News : વલસાડમાં સુગર ફેકટરી સામે આવેલી 12 દુકાનમાં ભીષણ આગ, એકનું મોત
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:20 PM

Valsad : વલસાડમાં સુગર ફેક્ટરી સામે આવેલી 12 જેટલી દૂકાનોમાં આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી છે. ફટાકડાના રો મટિરિયલ રાખતી દૂકાનોમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. આગના પગલે 4થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા છે.

આ પણ વાંચો Valsad : પાકિસ્તાન જિંદાબાદનું સ્ટેટસ મુકવું યુવકને ભારે પડ્યું, હિંદુસ્તાન જિંદાબાદના નારા સાથે માંગવી પડી માફી, જુઓ Video

આ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી મળી છે. તો 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુકાનમાં ફસાયેલો એક વ્યક્તિ બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. દુકાનમાં કોના દ્વારા કેમીકલ મુકાયું અને કોની દુકાનો છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

ફટાકડાના રો-મટિરિયલની એક દુકાનમાં થયો હતો વિસ્ફોટ

મળતી માહિતી અનુસાર વલસાડમાં સુગર ફેકટરી સામે આવેલી ફટાકડાના રો-મટિરિયલની એક દુકાનમાં કોઈ કારણોસર વિસ્ફોટ થતાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે જોતજોતામાં આસપાસમાં આવેલી અન્ય દુકાનો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. આગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દુકાનમાં બ્લાસ્ટ થતાં એકનું મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

આગની જાણ ફાયર બ્રિગેડને કરાતાં તાત્કાલિક 4થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. તો બીજી તરફ દુકાનમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોચ થયું છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:32 pm, Mon, 2 October 23