રાજ્યમાં સતત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. તેવમાં વલસાડના ડુંગરી નેશનલ હાઈવે પાસે કારમાં આગ લાગતા કારચાલકનું મોત થયુ છે. નેશનલ હાઈવે નં.48 પર આ ઘટના બની હતી. જ્યાં સોનવાડા નજીક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા વલસાડ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો : Valsad: હંગામી એસટી ડેપો ખાતે સુવિધાનો સદંતર અભાવ, મુસાફરોની વધી મુશ્કેલી
આ અગાઉ સુરતના ઉધના વિસ્તારમાં હ્યુન્ડાઇ કારના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતુ. જેમાં આગ કયા કારણસર લાગી તે અંગે કોઇ માંહિતી સાંપડી નથી. જ્યારે પ્રાથમિક માહિતી અનુસાર શોરૂમમાં રહેલા નવા વાહનોમાં મોટા નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.
આ ઉપરાંત સુરતના ઉન પાટીયા કચરાના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જે સમગ્ર વિસ્તારના અફરા તફરી જોવા મળી હતી. આ આગ અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો.
થોડા દિવસો અગાઉ અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી માં આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કેકંપ્નીનો લગભગ આખો પ્લાન્ટ બળીને ખાક થઇ ગયો હતો. સદનશીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નોંધાવા પામી નથી. સૂત્રો અનુસાર કંપનીમાં સ્ટોર સોલવન્ટના જથ્થામાં આગ લાગ્યા બાદ તેણે અક્ષર નિધિ ફાર્મા કંપનીના આખા પ્લાન્ટને ઝપેટમાં લીધો હતો. અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસી સાથે ખાનગી કંપનીઓના કુલ ૧૦થી વધુ ફાયર ટેન્ડરને આગ બુઝાવવાની કામગીરીમાં જોતરવાની ફરજ પડી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:34 pm, Wed, 5 April 23