Breaking News : વલસાડના માંડાની સિશિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં લાગી ભીષણ આગ, 8 ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે

|

Mar 23, 2023 | 9:59 AM

નિકોને જાણ થતા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરની 8 ટીમ ઘટના સ્થળે આવી પોંહચી હતી.

વલસાડ ના ઉમરગામના માંડાની એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિક ઝોન નજીક આવેલી પેકેજીંગ કરતી સિશિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી છે.સ્થાનિકોને જાણ થતા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરની 8 ટીમ ઘટના સ્થળે આવી પોંહચી હતી. જેમાં ઉમરગામ, વાપી, સરીગામ દમણ અને સેલવાસના ફાયર બ્રિગેડની ટીમોનો બોલાવામાં આવી હતી. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આ પણ વાંચો : Valsad: હંગામી એસટી ડેપો ખાતે સુવિધાનો સદંતર અભાવ, મુસાફરોની વધી મુશ્કેલી

રાજ્યમાં બનેલી અન્ય આગની ઘટના

આજે ગોંડલના ગુંદાળા રોડ પર બંગડીના સ્ક્રેપના કારખાનામાં ભયંકર આગ લાગી છે. ગુંદાડા રોડ પર આવેલુ ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી છે. જેની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલીક ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પોંહચી હતી. અને આગને કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ આગ બેકાબૂ બનતા રાજકોટ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. ભીષણ આગ લાગવાથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પરંતુ હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ગઈ કાલે સવારે ભરૂચ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોધામ મચી હતી. પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતીકે જ્વાળાઓ અને ધુમાડા બે થી ત્રણ કિમિ દૂરના અંતરેથી પણ સ્પષ્ટ નજરે પડતા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર બે ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. પ્લાસ્ટિક એ પેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો પડકાર સમાન બન્યો હતો. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:39 am, Thu, 23 March 23

Next Article