વલસાડમાં કોરોનાએ શહેરમાં ફરીથી ધીરે-ધીરે માથું ઉચવાનું શરૂ કર્યું છે. ધીરે-ધીરે કોરોનાના નવા કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે. એવામાં વલસાડ જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયુ છે. વલસાડના મોગરાવાડીની કોરોના પોઝિટિવ મહિલાનું મોત થયુ છે. કોરોના દર્દીનું મોત બાદ વલસાડના વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે. પરંતુ આરોગ્ય વિભાગનું એવુ તારણ છે કે કોરોના પોઝિટિવ મહિલાનું અન્ય કારણોસર મોત થયુ છે.
આ પણ વાંચો : Valasad : નશામાં ધૂત ચાર નાગાલેન્ડની યુવતીની પારડી પોલીસે કરી ધરપકડ, યુવતીઓ વડોદરામાં સ્પા પાર્લરમાં નોકરી કરે છે
આ અગાઉ વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લેતા 68 વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યુ હતુ. શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા 68 વર્ષિય વૃદ્ધ કોમોર્બીડ હતા. તેઓ ટી.બી. અસ્થમાં અને હાઈપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. છેલ્લા 8 મહિનાથી તેમની ટીબીની સારવાર ચાલી રહી હતી. તેમને SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી હતી. તેમના મોતનું સ્પષ્ટ કારણ જાણવા માટે ડેથ ઓડિટ કમિટીને તબીબોએ રિપોર્ટ સબમિટ કર્યો હતો. શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 35 હતા.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનામાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 25 માર્ચના રોજ ગુજરાતમાં 402 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં 219, રાજકોટમાં 28, સુરતમાં 25, મોરબીમાં 18, અમરેલીમાં 15, મહેસાણામાં 12, રાજકોટ જિલ્લામાં 12, વડોદરામાં 12, વડોદરા જિલ્લામાં 11, સાબરકાંઠામાં 9, સુરતમાં 7, ગાંધીનગરમાં 6, વલસાડમાં 5, ભરુચમાં 3, જામનગરમાં 3, નવસારીમાં 3, આણંદમાં 2, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગર જિલ્લામાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, પંચમહાલમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે 2 દર્દીનો કોરોનાને કારણે મોત થયા છે.
આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 1:07 pm, Sun, 26 March 23