વલસાડ લોકસભા બેઠક પરથી સાંસદ કે.સી પટેલનું કપાયું પત્તુ, આદિવાસી નેતા ધવલ પટેલની કોંગ્રેસના અનંત પટેલ સામે ટક્કર

|

Mar 13, 2024 | 8:43 PM

BJP 2nd List Gujarat: ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી બહાર પાડી છે.  હવે ભાજપે 7 સીટો પર જાહેરાત કરી છે. વલસાડ લોકસભા પરથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના આંદોલનકારી નેતા અનંત પટેલ સામે ભાજપે સોશ્યલ મીડિયામાં એક્સપર્ટ ધવલ પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

વલસાડ લોકસભા બેઠક પરથી સાંસદ કે.સી પટેલનું કપાયું પત્તુ, આદિવાસી નેતા ધવલ પટેલની કોંગ્રેસના અનંત પટેલ સામે ટક્કર

Follow us on

ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી ઉમેદવાર યાદીમાં ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

ભારતીય જનતા પાર્ટીએ વલસાડના લોકસભા ઉમેદવારની પસંદગી કરી જેની પાછળ ભાજપની મોટી રણનીતિ છે. આદિવાસી નેતા ધવલ પટેલ ના નામ પર ભાજપે લોકસભા માટે પસંદગી ઉતારી છે. હાલમાં ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે.  મહત્વનું છે કે તેઓ મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના અને વલસાડ સ્થાયી થયેલા ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.

વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. મહત્વનું છે કે, ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિ જાતીય સમીકરણો ધરાવતી લોકસભા બેઠક પર ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સાથે ટક્કર થશે.

(ઈનપુટ ક્રેડિટ : નીલેશ ગામીત, નવસારી)

 

Published On - 8:38 pm, Wed, 13 March 24

Next Article