દેશ અને દુનિયામાં પર્યટન સ્થળ તરીકે ઓળખાતા સંઘ પ્રદેશ દમણમાં (Daman) આજે સફાઈ અભિયાન (Cleaning campaign)હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત દમણના 45 જેટલા જુદાજુદા સ્થળો પર સફાઈ કરવામાં આવી હતી. જેમાં દરિયા કિનારાના માર્ગો દરિયા કિનારો (SEA) જુદા જુદા મહોલ્લાઓ ગલીઓ આમ દમણને ચોખ્ખું ચણાક રાખવા માટે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સંઘ પ્રદેશ દમણ પર્યટકોનું માનીતું સ્થળ, દેશભરના પ્રવાસીઓ અહીં ઉમટે છે
ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દમણ એ પર્યટકોનું માનીતું સ્થળ તરીકે દેશભરમાં ઉભરી આવ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં માત્ર ગુજરાત જ નહીં. પરંતુ મહારાષ્ટ્ર, સાઉથ ઇન્ડિયા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્ય અને દેશના હું એક ખૂણેથી પર્યટકો આનંદ માણવા આવે છે. તેવા સમયે વધુ પર્યટકો ને આકર્ષવા માટે પર્યટન સ્થળ સાથે સાથે ચોખ્ખાઈ પણ એટલી જ જરૂરી છે કારણકે દમણનો મોટાભાગના આર્થિક વ્યવસાય પર્યટકો પર નિર્ભર રહે છે. જેથી દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા આ ખાસ ડ્રાઇવનો આયોજન કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કાઉન્સિલના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ચોખ્ખાઈ માટે રાખવામાં આવેલી આ ડ્રાઈવ દમણના 15 વર્ષના 45 જેટલા જુદા જુદા વિસ્તારોમાં યોજાઇ હતી. જેમાં દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના તમામ અધિકારીઓથી લઈને ફિલ્મ સ્ટાર તેમજ દમણના ડીએમસીના સભ્યો ચીફ ઓફિસર અને ડીએમસી પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સફાઇ નહીં રાખનારને દંડ કરવાની જોગવાઇ કરાઇ
તો સ્વચ્છ દમણ સુંદર દમણની આ drive બાલ હવે દમણના જાહેર સ્થળો અથવા તો પબ્લિકના ખાનગી પ્લોટ વિસ્તારમાં પણ જો કોઈ ગંદકી કરશે તો રૂપિયા 2700 ફાઈન ભરવો પડશે. ત્યારે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા હાથ ધરાયેલી સફાઈ અંતર્ગત આ ડ્રાઈવરને દમણના લોકોએ પણ આવકારી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પાટીદાર ચહેરો, ડો.ગિરીશ ભીમાણી પર પસંદગી ઉતારાઈ
આ પણ વાંચો : UNના રિપોર્ટમાં ખુલાસો, અફઘાનિસ્તાનમાં મુક્તપણે ફરે છે આતંકવાદીઓ, ઓસામા બિન લાદેનના પુત્રે તાલિબાન સાથે કરી બેઠક