વિશ્વભરમાં ઓમિક્રોન(Omicron) વેરિયન્ટને લઈને હાહાકાર છે. ત્યારે ઓમિક્રોન વેરિયન્ટ જે દેશમાં ફેલાયેલો છે તેવા જોખમી દેશમાંથી 12 લોકો વલસાડ(Valsad) જિલ્લામાં આવ્યા છે. જેથી વલસાડ આરોગ્ય વિભાગ(Health Department) દોડતું થઈ ગયુ છે.આ તમામ મુસાફરોને ક્વોરન્ટાઈન કરી તમામના RT-PCR ટેસ્ટ કરાયા હતા.
જો કે, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. છતા સાવચેતીના ભાગરૂપે તમામને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.વલસાડ જિલ્લામાં સિંગાપોર થી ૨, બ્રાઝિલથી ૧ ,યુ.કે થી ૬, બાંગ્લાદેશથી ૧ અને સાઉથ આફ્રિકાથી ૨ લોકો આવ્યા છે.
આ પણ વાંચો : Surat: સુરતમાં શ્રીનગર જેવી ઠંડી, સતત બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત
આ પણ વાંચો : Kutch Ranotsavની શરૂઆત, વિદેશી પ્રવાસીઓ ન આવ્યા, દેશી પ્રવાસીઓનો ધસારો
Published On - 6:12 pm, Thu, 2 December 21