Valsad : જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

|

Sep 13, 2021 | 7:00 AM

જિલ્લામાં ઝાડા-ઉલટીના 4824, મરડાના 1979 અને સૌથી વધુ શરદી ખાંસીના 9108 કેસ નોંધાયા છે. જોકે સરકારી આંક પ્રમાણે ડેન્ગ્યુંના 121 શંકાસ્પદ કેસ છે અને માત્ર 15 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

Valsad : જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

Follow us on

વલસાડ જિલ્લામાં પણ પાણીજન્ય રોગોનો રાફડો ફાટી નીકળ્યો છે. ઝાડા, ઉલટી, મરડાના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો છલકાઈ રહી છે. તો આરોગ્ય વિભાગ પણ કેસો ઓછા કરવા કામે લાગ્યું છે.

ચોમાસા દરમિયાન વાયરલ ફીવરના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ખાસ કરીને ઝાડા, ઉલટી અને મરડાના દર્દીઓ હોસ્પિટલોમાં જોવા મળે છે. તો પાણીજન્ય રોગ પણ માથું ઉચકે છે. અને ચિકનગુનિયા કે ડેન્ગ્યુ જેવા રોગોથી દર્દીના હાલ બેહાલ થતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાં રોગચાળો વકરી રહ્યો હોય એમ દેખાઈ રહ્યું છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓમાં વધારો થયો છે. ઓ.પી.ડી માં આવતા દર્દીઓની સંખ્યા વધી છે. તો ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

જો સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ ઉપર નજર કરીએ તો જિલ્લામાં ઝાડા-ઉલટીના 4824, મરડાના 1979 અને સૌથી વધુ શરદી ખાંસીના 9108 કેસ નોંધાયા છે. જોકે સરકારી આંક પ્રમાણે ડેન્ગ્યુંના 121 શંકાસ્પદ કેસ છે અને માત્ર 15 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. તો વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા 1.86 લાખ લોહીના નમુના લેવાયા છે. તો રોગચાળો કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કરતું હોવાનો પણ દાવા કરી રહ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોરોનાની બીજી લહેરએ તબાહી મચાવી હતી. જોકે હાલ થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ સરકારી ચોપડે હાલમાં માત્ર 1 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયો છે. જોકે વલસાડ શહેરમાં દર્દીઓની સંખ્યા વધુ છે અને સરકારી તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. મતલબ એ છે કે કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે.

ત્યારે બીજી લહેરમાં પોતાની છબી બચાવવા માટે સરકારે જે રીતે કોરોનાના સાચા આંક છુપાવ્યા હતા. એ રમત ફરી વાર રમ્યા વિના સરકાર સાચા આંકડા સામે લાવીને લોકોને જાગૃત કરે અને ત્રીજી લહેર સામે લડવા મજબુત કરે એ જરૂરી છે કેમકે હાલના પાણીજન્ય રોગમાં ખરેખર કેટલાક દર્દીઓ કોરોના પોઝીટીવ હોય તો પણ નવાઈ નહિ.

 

આ પણ વાંચો : BMC એ ગણેશ વિસર્જનને લઈને કરી અનોખી વ્યવસ્થા, ચારે બાજુથી થઈ રહી છે વાહ – વાહ !

 

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 13 સપ્ટેમ્બર: વ્યસ્ત હોવા છતાં, તમે ચોક્કસપણે તમારા અને પરિવાર માટે સમય કાઢી શકશો

Published On - 6:57 am, Mon, 13 September 21

Next Article