Valentine’s Day ની અનોખી ઉજવણી, સરકારી શાળાના 1500 બાળકોએ માતા – પિતાનું પૂજન કર્યું

|

Feb 14, 2022 | 4:05 PM

વેલેન્ટાઈન્સ ડે(Valentine's Day) ના નામે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી આજની પેઢી પ્રેમ વ્યક્ત કરવાના નામે અવનવા ધતિંગ કરતી હોય છે.

Valentines Day ની અનોખી ઉજવણી, સરકારી શાળાના 1500 બાળકોએ માતા - પિતાનું પૂજન કર્યું
બાળકોએ માતા - પિતાનું પૂજન કરી પ્રેમ અને આદર વ્યક્ત કર્યો

Follow us on

અંકલેશ્વર(Ankleshwar)ની સરકારી શાળા(Government School)ના 1500 વિદ્યાર્થીઓ (Sudents)એ ભારતીય સંસકૃતિ(Indian Culture)ની પરંપરાને છોડી પશ્ચિમી સંસ્કૃતિ(Western culture)નું અનુક્રમ કરનારાઓને જોરદાર લપડાક લગાવી છે. વેલેનટાઈન ડે(Valentine’s Day) ની ઉજવણી પ્રેમને અભિવ્યક્ત કરવાના પર્વ તરીકે કરવામાં આવે છે. આ ઉજવણી પ્રેમી કે પ્રેમિકા તરફ પ્રેમ વ્યક્ત કરીને કરવાના ભ્રમને તોડતા બાળકોએ પોતાના માતા- પિતાનું પૂજન(Worship of parents) કરી તેમના પ્રત્યે પ્રેમ , લાગણી અને આદર વ્યક્ત કર્યો હતો.

વેલેન્ટાઈન્સ ડે(Valentine’s Day) ના નામે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી આજની પેઢી પ્રેમ વ્યક્ત કરવાના નામે અવનવા ધતિંગ કરતી હોય છે.આજના દિવસે પ્રેમી- પ્રેમિકાને ફૂલ અને ભેટ આપી દિવસને યાદગાર બનાવવાનો પ્રયાસ કરાય છે. અંકલેશ્વરના 1500 બાળકોએ પણ આજના દિવસને યાદગાર બનાવવા માટે એક અનોખી પ્રથા શરૂ કરી છે. કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા ત્રણ વર્ષથી બાળકો આજના દિવસે કંઈક એવું કરે છે કે તેમના માતા- પિતાની આનંદ અને બાળકોની પ્રેમની અભિવ્યક્તિથી આંખો છલકાઈ આવે છે.

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ(Ankleshwar Nagar Prathmik Shikshan Samiti)ના અધ્યક્ષ કિંજલબા ચૌહાણ(Kinjalba Chauhan)ના જણાવ્યા અનુસાર બાળકોમાં સારા સંસ્કારના સિંચન માટે સંચાલક  મંડળ દ્વારા આજના દિવસે માતૃ – પિત્રી પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ શાળામાં માત્ર બાળકો નહિ પરંતુ તેમના માતા- પિતા પણ આવે છે.શાળામા વિશેષ પરંપરાને અનુસરવામાં આવે છે. શાળામાં માતા – પિતા સામે બાળકને બેસાડવામાં આવે છે. બાળક ફૂલ આપી માતા – પિતાનું પૂજન કરી તેમને જન્મ આપવા અને સારા સંસ્કારનું સિંચન કરવા માટે આભાર માની પ્રેમની અભિવ્યક્તિ કરાય છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

સંચાલક મંડળના ઉપ પ્રમુખ ગણેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ પરંપરાથી એક ફાયદો એ જોવા મળ્યો છે કે બાળકોમાં માતા – પિતા માટેનો આદરભાવ વધ્યો હોવાનું વાલી જણાવી રહ્યા છે. બાળકોમાં દેખાદેખીમાં ફૂલ આપવાની હોડ હોય છે પણ તે કોને અને કેમ આપવું તેની સમજ ન હોય તો ક્યારેય અણગમતા બનાવ બની જતા હોય છે આ સામે શાળામાં બાળકો માતા – પિતાને જ ફૂલથી સન્માન આપે છે તે પણ ચોક્કસ સારી બાબત ગણી શકાય તેમ છે.

 

આ પણ વાંચો : Bharuch: આ વર્ષે કેરીની મીઠાશ માણવા લાંબો સમય જોવી પડી શકે છે રાહ, જાણો શું છે કારણ

 

આ પણ વાંચો : અંકલેશ્વરમાં મહાકાળી ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં

Published On - 3:55 pm, Mon, 14 February 22

Next Article