Ahmedabad: વિશ્વ મહિલા દિવસ પૂર્વે જ વડોદરાની નિશા કુમારીએ 12 કલાકમાં 78 કિમીનું અંતર કાપી રાત્રી મેરેથોનમાં વિજય મેળવ્યો

|

Mar 06, 2022 | 1:15 PM

નિશાએ આ મેરેથોનમાં બાર કલાકની કેટેગરીમાં ભાગ લઈને સાંજના 7 વાગ્યાથી દોડવાની શરૂઆત કરી હતી અને બીજા દિવસની સવારના 7 વાગ્યા સુધી દોડ લગાવી હતી. તેણે આ દરમિયાન 12 કલાકમાં 6 કિમીના 13 રાઉન્ડ પૂરા કર્યાં હતાં.

Ahmedabad: વિશ્વ મહિલા દિવસ પૂર્વે જ વડોદરાની નિશા કુમારીએ 12 કલાકમાં 78 કિમીનું અંતર કાપી રાત્રી મેરેથોનમાં વિજય મેળવ્યો
નિશાકુમારીએ અમદાવાદ શાંતિગ્રામ ખાતે યોજાયેલી અદાણી નાઈટ અલ્ટ્રા મેરેથોનમાં ગર્લ્સ કેટેગરીમાં વિજય મેળવ્યો હતો.

Follow us on

વિશ્વ મહિલા દિવસ (World Womens Day) આગામી મંગળવાર 8મી માર્ચના રોજ ઉજવાશે. વડોદરા (Vadodara) ની રનર યુવતીએ જાણે કે આ ઉજવણીની આગોતરી યશસ્વી શરૂઆત કરી દીધી છે. નિશાકુમારીએ તાજેતરમાં અમદાવાદ શાંતિગ્રામ ખાતે યોજાયેલી અદાણી નાઈટ અલ્ટ્રા મેરેથોન (marathon ) માં ગર્લ્સ કેટેગરીમાં વિજય મેળવ્યો છે.

અમદાવાદ (Ahmedabad)  ડિસ્ટન્સ રનર સંસ્થા દ્વારા નાઈટ અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોન 4, 6 અને 12 કલાકની ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી જેમાં કુલ 180 જેટલાં સ્પર્ધકો એ ભાગ લીધો હતો.

નિશાએ આ મેરેથોનમાં બાર કલાકની કેટેગરીમાં ભાગ લઈને સાંજના 7 વાગ્યાથી દોડવાની શરૂઆત કરી હતી અને બીજા દિવસની સવારના 7 વાગ્યા સુધી દોડ લગાવી હતી. તેણે આ દરમિયાન 12 કલાકમાં 6 કિમીના 13 ચક્રો પૂરા કરીને કુલ 78 કિમીની દોડ પૂરી કરીને પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો. હાલમાં આ દીકરી નિયમિત રીતે દૈનિક 5 થી 10 કિમી દોડે છે.

Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો

નિશાનું લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું છે.તેના માટે તે આ તનતોડ પરિશ્રમ કરી રહી છે. તેણે પોતાની આ હાલની સિદ્ધિ વિશ્વ મહિલા દિવસને સમર્પિત કરી છે.ભૂતકાળમાં તેણે 12 કલાકની અવિરત દોડ એકથી વધુ વાર પૂરી કરી છે.

સૈનિક પરિવારની આ દીકરીની ઈચ્છા લશ્કરમાં જોડાવાની હતી.પરંતુ કેટલીક મર્યાદાઓને આધીન તેનું આ સપનું પૂરું ના થઈ શક્યું. તે પછી તેણે વોકિંગ, સાયકલિંગ અને રનિંગને એક પેશન તરીકે સ્વીકાર્યાં છે.

હિમાલયના બરફીલા પ્રદેશમાં સાહસ યાત્રાઓ કરી છે.તેની સાથે તે કોરોના રસીકરણની જાગૃતિ,બેટી પઢાઓ અભિયાન જેવા સામાજિક ધ્યેયોનો પ્રચાર પણ કરે છે. આ નાઈટ અલ્ટ્રા મેરેથોનનું પ્રેરક સૂત્ર છે there is no finish line. નિશાએ જાણે કે તેને જીવન સૂત્ર તરીકે અપનાવ્યું છે અને અટક્યા વગર સતત નવી નવી મંઝિલો સુધી તે દોડી રહી છે.

આ પણ વાંચોઃ Banaskantha: પાલનપુર વૃદ્ધાશ્રમમાં 85 વડીલોને વૃદ્ધ પેન્શન સહાય અને 5 લાખ રૂપિયા સુધીની મેડીકલ સહાયનો મળશે લાભ

આ પણ વાંચોઃ Chhota Udepur: સુવિધા માટે ઉભી કરાયેલી કેનાલો જ ખેડૂતો માટે આફતરૂપ બની, કેનાલોમાં ગાબડા થતા પાણી ખેતરોમાં ઘૂસ્યા

Published On - 12:43 pm, Sun, 6 March 22

Next Article