Vadodara : મુશળધાર વરસાદ વરસ્યો છતાં ઉઠ્યા પાણીના પોકાર, રહીશોએ થાળી વગાડી નોંધાવ્યો વિરોધ

|

Jul 17, 2022 | 6:47 PM

અનેક રજૂઆતો પછી પણ કોઈ ઉકેલ ન આવતા(Water Scarcity) રોષે ભરાયેલા સ્થાનિકોએ વોર્ડ નંબર-4ની ઓફિસમાં થાળી વગાડી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો.

Vadodara : મુશળધાર વરસાદ વરસ્યો છતાં ઉઠ્યા પાણીના પોકાર, રહીશોએ થાળી વગાડી નોંધાવ્યો વિરોધ
Water scarcity in vadodara

Follow us on

વડોદરામાં(Vadodara)  પાણીની સમસ્યાથી પરેશાન લોકો દ્વારા વોર્ડ ઓફિસ પર વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું હતું.આજવા રોડ પર આવેલા ચામુંડા નગર-2માં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા(Water crisis)  છે.જેને લઈ અનેક રજૂઆતો પછી પણ કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ વોર્ડ નંબર-4ની ઓફિસ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ.થાળી વગાડી સૂત્રોચ્ચાર સાથે રહીશોએ વિરોધ દર્શાવી પૂરતુ પાણી આપવાની માગ કરવામાં આવી હતી.

અગાઉ રહીશોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

ચામુંડા નગર-2માં આ સમસ્યા આજકાલની નથી,છેલ્લા ત્રણ વર્ષથી છે.પાણીની સમસ્યાથી પરેશાન ચામુંડા નગરના (Chamundanagar) રહીશોએ અગાઉ 6 જુલાઈએ પણ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.પાણીની તંગીની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો પરેશાન છે, ત્યારે સ્થાનિકોની રજૂઆતને પગલે ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની વોર્ડ નંબર-4ના ડેપ્યુટી ઈજનેર દ્વારા ખાતરી આપવામાં આવી છે.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

ચામુંડાનગરના રહીશો વારંવાર રજૂઆત કરે તો માંડ એકાદ ટેન્કર મોકલી કોર્પોરેશન(Vadodara Corporation)  ફરજ પુરી કર્યાનું સમજે છે, પરંતુ પાણીની જરૂરિયાત નહીં સંતોષાતા લોકો 600 રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવે છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

Next Article