વડોદરા કોર્પોરેશન દિવાળી પૂર્વે કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકા લક્ષ્યાંકને પૂર્ણ કરવા સક્રિય

|

Oct 27, 2021 | 5:30 PM

વડોદરામાં મંગળવારે એક જ દિવસમાં 28513 લોકોએ રસી મુકાવી. વડોદરામાં વૃદ્ધો, અશક્તો અને કોઇ શારીરિક-માનસિક બીમારીથી રસીકરણ કેન્દ્ર પર ન જઇ શકતા હોય તેવા લોકો માટે પાલિકાએ ઘરે પહોંચીને રસીકરણ શરૂકર્યું છે.

ગુજરાતમાં(Gujarat)  કોરોના વેક્સિનના( Vaccine) પ્રથમ ડોઝના 100 ટકા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં દિવાળી સુધીમાં રસીકરણના પહેલા ડોઝના 100 ટકાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા વડોદરા મહાનગર પાલિકાએ(VMC) આયોજન હાથ ધર્યું છે. જેમાં આરોગ્ય વિભાગે રજીસ્ટર સાથે ઘરે ઘેરે ફરીને રસી લેવામાં કોઇ બાકી છે કે કેમ તેનો સર્વે શરૂ કર્યો છે.

જેમાં વડોદરામાં(Vadodara)  મંગળવારે એક જ દિવસમાં 28513 લોકોએ રસી મુકાવી હોવાનું જાહેર કર્યું છે. વડોદરામાં વૃદ્ધો, અશક્તો અને કોઇ શારીરિક-માનસિક બીમારીથી રસીકરણ કેન્દ્ર પર ન જઇ શકતા હોય તેવા લોકો માટે પાલિકાએ ઘરે પહોંચીને રસીકરણ શરૂકર્યું છે. જેમાં 200થી વધુ આવા લોકોના ઘરે જઇને રસીકરણ કરવામાં આવ્યું હતુ.

તેમજ આ ઉપરાંત હજુ પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોને જલદી વેકસિન મુકાવવા વડોદરા મહાનગર પાલિકાએ અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં 100 ટકા રસીકરણ થયું છે. સમગ્ર દેશમાં રસીકરણમાં ગુજરાતઅવ્વલ નંબરે છે. જેમાં રાજ્યમાં 15, 436 ગામડાઓ, 491 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 30 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 53 તાલુકાઓમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા કવરેજ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું છે કે સરકારે રસી લેવા પાત્ર 100 ટકા લોકોને પ્રથમ ડોઝના રસીકરણ માટે મક્કમ છે. તેમજ રસી લેવાના બાકી લોકોનો સર્વે કરીને તેમને જેમ બને તેમ ઝડપથી રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : આરટીઓમાં સર્વર ડાઉન થવાની સમસ્યા, અરજદારોને પડી રહી છે હાલાકી

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું આ મહત્વનું નિવેદન

Next Video