વડોદરાની મુસ્કાન શેખ અનેક લોકો માટે બની પ્રેરણા, એક હાથ ગુમાવ્યો હોવા છતા તબીબ બનવાનુ સપનુ કર્યુ સાકાર

|

Mar 11, 2023 | 10:18 AM

Vadoadara: વડોદરાની મક્કમ મનોબળની મુસ્કાન શેખ અનેક લોકો માટે પ્રેરણા બની છે. આઠમાં ધોરણમાં અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવનારી મુસ્કાને તેની મહેનતના જોરો તેનુ તબીબ બનવાનુ સપનુ સાકાર કર્યુ છે. જિલ્લા કલેક્ટર અતુલ ગોરે પણ તેની નોંધ લઈ તેનુ સન્માન કર્યુ છે.

વડોદરાની મુસ્કાન શેખ અનેક લોકો માટે બની પ્રેરણા, એક હાથ ગુમાવ્યો હોવા છતા તબીબ બનવાનુ સપનુ કર્યુ સાકાર

Follow us on

હાથ કે તેમાં નસીબની લકીર ના હોય તો પણ પ્રબળ પુરુષાર્થ, મક્કમ મનોબળ અને નૈતિક હિંમત સાથે આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે છે, એ વાતની પ્રતીતિ વડોદરા શહેરની મુસ્કાન શેખે કરાવી છે. એક દુર્ઘટનામાં પોતાનો એક હાથ ખોઇ બેઠેલી આ મુસ્કાને હિંમત હાર્યા વિના પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો અને આજે તે એસ.એસ.જી. હોસ્પિટલમાં એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

આઠમાં ધોરણાં અભ્યાસ દરમિયાન અકસ્માતમાં ગુમાવ્યો જમણો હાથ

આજથી નવેક વર્ષ પહેલા મુસ્કાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એક પ્રવાસ દરમિયાન નડેલા અકસ્માતમાં તેણીએ પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. શરીરનું એક અંગ ઓછું થાય એટલે ભારોભાર તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ, ભણવામાં ખૂબ જ મેઘાવી મુસ્કાને હિંમત હાર્યા વિના ડાબા હાથે લખવાનો મહાવરો સાધી લીધો અને દીલ લગાવી પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. મુસ્કાનના માતાપિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પણ પોતાની વ્હાલસોયી પુત્રીને ભણવામાં કાંઇ ઓછું ના આવે તેની તકેદારી રાખી.

જમણો હાથ ગુમાવ્યો પરંતુ મનોબળના જોરે ડાબા હાથે લખવાની પ્રેકટીસ શરૂ કરી

2014 માં અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મુસ્કાનને ધોરણ 8ની પરીક્ષા આપવાના હોવાથી ડાબા હાથેથી લખવાનો મહાવરો કેળવવાની શરૂઆત કરી દીધી હતી અને પ્રથમ વખત ડાબા હાથે લખી પરીક્ષા પણ સારી રીતે આપી હતી. તેની તેજસ્વીતાનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને તેણીએ ધોરણ 10માં 94 ટકા, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 81 ટકા મેળવ્યા હતા. એ બાદ મેડિકલ શાખામાં પ્રવેશ માટેથી નીટમાં સારા ગુણાંક મેળવી શારીરિક અશક્ત શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી હતી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ પણ વાંચો: Gujarati Video: TV9ના અહેવાલ બાદ ઉડી વડોદરા મનપાની ઉંઘ, ગરમીને કારણે ઓગળી રહેલા ડામર પર રેતી નાખી ઠીક કરાયો રસ્તો

મુસ્કાન શેખ હિંમત હાર્યા વિના વિકટ પરિસ્થિતિનો સામનો કરી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે. આ વાતની જાણ થતાં કલેક્ટર અતુલ ગોરે પણ મુસ્કાનને  પોતાની કચેરીમાં બોલાવી સન્માન કર્યું હતું. મુસ્કાન એવા અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે જેઓ માત્ર પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાથી આત્મહત્યા કરવા જેવુ આત્મઘાતી પગલુ ભરી લેતા હોય છે. મુસ્કાને તેની મહેનતથી સાબિત કરી બતાવ્યુ કે કિસ્મત ગમે તેવા યુ ટર્ન લે જો તમારી મહેનત 100 ટકા હશે તો કોઈપણ તુફાન તમારા હોંસલાને ડગાવી નહીં શકે.

Published On - 10:00 am, Sat, 11 March 23

Next Article