Vadodara: ડભોઈના નજીક ટ્રક લઈને પસાર થતા બે યુવકો વીજ વાયરને અડકી જતા કરંટ લાગવાથી બંનેના મોત
Vadodara: વડોદરાના સાઠોદ નજીક ટ્રક લઈને પસાર થઈ રહેલા બંને યુવકોના કરંટ લાગવાથી મોત થયા છે. રેતી ભરેલો ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે વીજ વાયરને અડકી જતા બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા
વડોદરા (Vadodara)ના ડભોઈના સાઠોદ નજીક કરંટ (Electricity) લાગતા બે લોકોના મોત થયા હતા. સાઠોદથી પીઠાઈ ગામ વચ્ચે માર્ગ ઉપર કરંટ લાગ્યો હતો. ટ્રક લઈને પસાર થતી વખતે કરંટ લાગવાની આ ઘટના બની હતી. રેતી ભરેલો ટ્રક લઈને આવી રહ્યો હતો ત્યારે વીજ વાયરને અડકી જતા બંને યુવકોના મોત નિપજ્યા હતા. બંને મૃતક યુવાનો ડભોઈ (Dabhoi)ના મંડાળા ગામના વતની હતા. બંનેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. કરંટ લાગવાથી બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. યુવકોના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
રેતી ભરેલ ટ્રકમાં વીજ વાયરને અડકી જતા બંને યુવકોના થયા મોત
ડભોઈ તાલુકાના પિસઈ અને સાઠોદની વચ્ચે ટ્રકમાંથી રેતી ખાલી કરતી વખતે વાયરો અડી જતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ગામલોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા MGVCLના અધિકારીઓની બેદરકારીના અકસ્માત થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. રેતી ભરેલા ટ્રકમાં રેતી ખાલી કરતા સમયે આ અકસ્માતની ઘટના ઘટી હતી. વીજ કંપની દ્વારા વીજવાયરોને સરખી રીતે બાંધવામાં ન આવતા આ દુર્ઘટના ઘટી હોવાનુ સ્થાનિકોનુ માનવુ છે. આ ઘટનામાં સીધી રીતે MGVCLની બેદરકારી હોવાનો ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે વીજ વિભાગ દ્વારા તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હોવાથી આજે બે લોકોના જીવ ગયા છે.
ઈનપુટ ક્રેડિટ- હસન ખત્રી- ડભોઈ