TV9ના અહેવાલની અસર, પાદરા-જંબુસર હાઇવે પરના બિસ્માર માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યુ

| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:09 PM

પાદરા જંબુસર હાઇવે પર અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. ત્યારે સ્થાનિક લોકોએ સરકાર સામે રોષ ઠાલવતા ગંભીર આક્ષેપ કર્યા હતા.

VADODARA : વડોદરાના પાદરામાં TV9ના અહેવાલની અસર જોવા મળી.પાદરા જંબુસર હાઇવે પર પડેલા ખાડા બાબતે TV9 પર અહેવાલ રજૂ થયો હતો અને આ અહેવાલની ગંભીરતા દાખવી નિંદ્રાધીન તંત્ર જાગ્યું હતું. TV9 દ્વારા શનિવારે લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો..જેના પગલે વડોદરા માર્ગ અને મકાન પેટા વિભાગની 6 જેટલી ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાના સમાર કામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાદરા જંબુસર હાઇવે પર અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. ત્યારે સ્થાનિક લોકોએ સરકાર સામે રોષ ઠાલવતા ગંભીર આક્ષેપ કર્યા હતા.જેથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર જોવા મળ્યા હતા.

વડોદરામાં પાદરા-જંબુસર હાઇવે પર અસંખ્ય ખાડાઓ પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.મુવાલ ચોકડી પાસે ખાડાના કારણે આસપાસના વિસ્તારમાં ખૂબ ધૂળ ઉડે છે, જેથી દુકાનદારોને પણ તકલીફ પડે છે…સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, અનેક રજૂઆત બાદ પણ ખાડા નથી પુરવામાં આવતા.આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના હોવાથી વિકાસના કામો ન થતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : VADODARA : ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

આ પણ વાંચો : BHARUCH : પેટા ચૂંટણીમાં નગરપાલિકામાં નીરસ જયારે તાલુકા પંચાયતમાં 63% મતદાન થયું, બે મહિલા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી