Vadodara: ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યા કેસમાં નવો વળાંક લાવવાનો પ્રયાસ ! મુખ્ય સૂત્રધાર પાર્થની માતાએ CCTV જાહેર કરી લગાવ્યા ગંભીર આક્ષેપ

|

Jul 30, 2023 | 10:50 PM

Vadodara: શું સચિન ઠક્કરની હત્યા કેસમાં નવો વળાંક લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 25મીની રાત્રે સચિન ઠક્કર દ્વારા મુખ્ય સૂત્રધાર પાર્થની માતાના ઘરે અને એપાર્ટમેન્ટમાં ગેર વર્તણુક કરવામાં આવી હતી. પાર્થની માતાએ સચિન ઠક્કરના સીસીટીવી જાહેર કરી ગંભીર આક્ષેપ કર્યા છે.

Vadodara: ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યા કેસમાં નવો વળાંક લાવવાનો પ્રયાસ ! મુખ્ય સૂત્રધાર પાર્થની માતાએ CCTV જાહેર કરી લગાવ્યા ગંભીર આક્ષેપ

Follow us on

Vadodara: સચિન ઠક્કર હત્યા કેસમાં નવો વળાંક લાવવામાં આવી રહ્યો હોય એ રીતે સચિન ઠક્કર અને તેના પિતરાઈ ભાઈ દ્વારા બનાવના દિવસે શુ કરવામાં આવ્યું તેની વિગતો CCTV ફૂટેજ સાથે જાહેર કરવામાં આવી રહી છે. મુખ્ય સૂત્રધાર (Main Accused) પાર્થ પરીખની માતા આશા પરીખે આજે મીડિયા સાથે વાત કરતા સચિન ઠક્કર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

મારામારીના દિવસે સચિન ઠક્કરની ગેરવર્તણુકના સીસીટીવી પાર્થની માતાએ કર્યા જાહેર

વડોદરાના ભાજપ કાર્યકર સચિન ઠક્કર અને તેના પિતરાઈ ભાઈ પ્રીતેશ ઠક્કરને બેરહેમી પૂર્વક લાકડાના ફટકાઓ સાથે માર મારતો વીડિયો વાયરલ થયા બાદ સચિન ઠક્કર પ્રત્યે સહાનુભૂતિનું મોજું ફરી વળેલું છે અને માર મારનાર કે મરાવનાર પાર્થ બાબુલ પરીખ પ્રત્યે ધૃણા અને તિરસ્કારની લાગણી વધુ તીવ્ર બની રહી છે ત્યારે આ સહાનુભૂતિનું મોજું વધુ તીવ્ર ના બને તેની રણનીતિ ઘડાઈ હોય એ રીતે સચિન ઠક્કરના વાંક પુરાવા સહિત Cctv ફૂટેજ જાહેર કરવામાં આવી રહ્યા છે.

ફ્લેટની સીડી પર સચિનની હાજરીનો પુરાવો આપતા સીસીટીવી

પાર્થ પરીખની માતા એ મારામારીના દિવસે એટલે કે 25 જુલાઈની રાત્રે 8.39 મિનિટે સચિન ઠક્કર તેઓના (આશા પરીખના) ફ્લેટની સીડી ચઢી ડોરબેલ વગાડવા પગીને કહી રહ્યો છે, પગી ડોરબેલ વગાડી રહ્યો છે અને સચિન દાદર પર ઉભો છે, તેવા સીસીટીવી ફૂટેજ જાહેર કરતા જણાવ્યું કે હું તે દિવસે (25મી જુલાઈ એ) બહાર હતી. મારે ત્યાં છોકરો છે તે લક્ષ્મણ નો ફોન આવ્યો કે કેટલાક શખ્સો અહીં આંટાફેરા મારી રહ્યા છે. 9 મી તારીખે પાર્કિંગ મુદ્દે થયેલી માથાકૂટ બાદ પાર્થ પોલીસ મથકે ગયો હતો, અમે એવું સમજ્યા હતા કે આ બધુ સમાધાન થઈ ગયું છે અને એ વાત ભુલાઈ ગઈ હતી પણ 25મીએ ફરીથી આ ક્યાંથી જાગ્યું અને કોણ વ્યક્તિઓ હતા તે મને નથી ખબર.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આશા પરીખે વધુમાં જણાવ્યું કે બપોરે અઢી વાગે હું ઘરે હતી નહીં ત્યારે સાંજે મારે ત્યાં જે છોકરો રહે છે તે લક્ષમણે મને ફોન કરી કહ્યું કે તમે ઘરે નહીં આવશો, સ્કૂટર બાઇક પર કેટલાક લોકો ફરી રહ્યા છે જેથી તમે આવશો નહીં.

“સાંજે 7.30/ 8 વાગે ચાર પાંચ લોકો ફરી આવ્યા એ લોકોએ મને પૂછ્યું કે પાર્થ પરીખ ક્યાં રહે છે એની માં ક્યાં રહે છે એવું પૂછતાં તે અહીં કલાકે ક જેવું રહ્યા, દરમ્યાન એ લોકો દાદર ચઢી મારા ઘરે આવી ગયા જેના ફૂટેજ મારી પાસે છે, ઘરના નોકર લક્ષ્મણ ને બે લાફા માર્યા હતા. ત્રણ જણા ચિક્કાર પીધેલી હાલતમાં ખુબજ ગન્દુ બોલી રહ્યા હતા, કાનના કીડા ખરી પડે તેવું ગંદુ બોલતો હતો. ભયંકર ગંદુ બોલતો હતો, તારા છોકરાને ખોળા માં બેસાડી રાખ્યો છે. નીચે ઉતાર હું બતાવી દઉં એને છોડું નહીં આજે બચી જશે કાલે નહીં બચવા દઉં,”

આશા પરીખે મીડિયા સમક્ષ પોતાની બાજુ તો મૂકી દીધી પરંતુ પત્રકારો દ્વાર કે પ્રશ્નો કરવામાં આવતા હતા તેને ટાળી દેવાયા હતા અને તેઓ કોઈ પણ જાતની પ્રશ્નોત્તરીમાં પાડવા નથી માંગતા તેવું જણાવ્યું હતું.

આશા પરીખના કોલ ને પોલીસ દ્વારા ગંભીરતા થી ન લેવાયો?

આશા પરીખે મીડિયાને પોતાનું નિવેદન આપતા ગોત્રી પોલીસની વધુ એક નિષ્ક્રિયતા છતી કરી દીધી તેઓએ જણાવ્યું કે એ લોકો દ્વારા ખૂબ ગાળાગાળી કરવામાં આવતી હતી એટલે મેં 10.40 વાગે મેં 100 નમ્બર પર કોલ કર્યો, મેં પોલીસની મદદ માંગી 10.46 વાગે ફરી મેં. કોલ કર્યો આ વચ્ચે શુ બન્યું છે એ મને નથી ખબર,11.05 વાગે મને સામે થી કોલ આવ્યો અને પૂછ્યું બધું શાંત છે ?

ગોત્રી પોલીસ સમયસર પહોંચી હોત તો મારામારીની ઘટના નિવારી શકાઈ હોત

આશાબેનના નિવેદન પરથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે સચિન ઠક્કર જે ગેરવર્તણુંક કરી રહ્યો હતો તેની જાણ પોલીસને કરવા છતાં પોલીસ પહોંચી નહિ, જો પોલીસ પહોંચી ગઈ હોત અને સચિન ઠક્કરને રાઉન્ડ અપ કરી લીધો હોત તો સચિન અને પ્રિતેશ સાથે આટલી ગંભીર મારામારી ના થઇ હોત, અગાઉ 9 મી ની ઘટના સંદર્ભે પણ ગોત્રી પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી અને 25 મી એ પણ સમયસર કાર્યવાહી નહીં કરી, જો બંને સમયે બંને પક્ષો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ હોત તો મારામારીની ઘટના નિવારી શકાઈ હોત.

આ પણ વાંચો : Vadodara: ભાજપના કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસના મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખ પર કસાશે કાયદાનો ગાળિયો, મારામારી સમયના હાજરી પુરવાર કરતા CCTV મળ્યા

ગંભીર સજામાંથી બચાવી લેવાનો તખ્તો?

અગાઉ મારામારીનો વીડિયો વાયરલ કરાયો જેમાં મુખ્ય સૂત્રધાર પાર્થ નથી દેખાતો અને ત્યાર બાદ હવે સચિન ઠક્કર આરોપીના પાંજરામાં આવે તે પ્રકારના તેના કૃત્ય ના CCTV ફૂટેજ જારી કરવામાં આવ્યા તેના પરથી લાગી રહ્યું છે કે પાર્થ અને તેના સાગરીતોને કાયદાની આંટી ઘૂંટીનો સહારો લઈ ગંભીર સજામાંથી ઉગારી લેવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article