Vadodara : આફમી ટ્રસ્ટની કરોડોની રકમની હેરાફેરી મામલે પોલીસની તપાસ તેજ, એક ટીમ ઉત્તરપ્રદેશ રવાના

|

Aug 25, 2021 | 10:56 PM

આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં જમા થયેલી રકમ દ્વારા 100થી વધુ મસ્જિદ બનાવવા માટે 7 કરોડ 27 લાખનું ફંડિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે

વડોદરા(Vadodara) ના આફમી ટ્રસ્ટની કરોડોની રકમની હેરાફેરી મામલે વડોદરા પોલીસે તપાસ તેજ કરી દીધી છે. જેમાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટ(Afmi Charitable Trust) માં જમા થયેલી રકમ દ્વારા 100થી વધુ મસ્જિદ બનાવવા માટે 7 કરોડ 27 લાખનું ફંડિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ વગેરે રાજ્યોમાં મસ્જિદો બનાવવામાં આવી હોવાનું sogની તપાસમાં ખૂલ્યું છે.

જેના પગલે ઉત્તરપ્રદેશથી સલાઉદ્દીન અને મૌલાના ઉમર ગૌતમની કસ્ટડી મેળવવા માટે વડોદરા પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવી છે. આફમી ટ્રસ્ટ તથા સલાઉદ્દીન અને ગૌતમ ઉંમર સાથે સંપર્ક ધરાવતા લોકોની તપાસ માટે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વડોદરા પોલીસની ટીમો રવાના કરવામાં આવી છે.

વડોદરા SOG દ્વારા ગઈ કાલે આફમી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉંમર ગૌતમ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આ ટ્રસ્ટને રકમ આપનાર લોકો વડોદરા પોલીસના રડાર પર છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ ATS દ્વારા ધર્માંતરણ કેસને કારણે ચર્ચામાં આવેલા આફમી ટ્રસ્ટ વિરુદ્ધ વડોદરા sog દ્વારા ગુનો દાખલ કરાયો હતો. જેમાં ઉત્તરપ્રદેશ ATS દ્વારા જેને ઝડપવામાં આવ્યો તે સલાઉદ્દીન શેખ તથા અન્યો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો . જેમાં 2017 થી અત્યાર સુધી 19 કરોડ થી વધુ રકમ ટ્રસ્ટ ના FCR એકાઉન્ટ તથા દુબઇથી હવાલા મારફતે મેળવવામાં આવી હતી.

આફમી ચેરીટેબલ ટ્રસ્ટના હેતુઓ વિરુદ્ધ 24.48 કરોડ જેટલી રકમ વાપરી હતી. જેમાં મૌલાના ઉમર ગૌતમ મોહંમદ એહમદ સહિત નાઓને 5 કરોડ 19 લાખ જેટલી રકમ ધર્માંતરણ તથા અન્ય હેતુઓ માટે મોકલી હોવાનો આરોપ છે.દિલ્હીમાં થયેલા કોમી રમખાણો, કે એ પ્રદર્શન કારીઓ તેમજ કોમી તોફાનો માં પકડાયેલાઓ ને છોડાવવા કાયદાકીય ખર્ચ માટે રકમ વાપરી હોવાનો સલાઉદ્દીન તથા અન્યો પર આરોપ છે.

વિરોધ પ્રદર્શન માટે 59 લાખ 94460 રૂપિયા જેટલી જંગી રકમ વાપરી હોવાનું પણ સામે આવ્યું હતું. આફમી ચેરીટેબલ ટ્રસ્ટ અને વેપારીઓ સાથે મળી ખોટા બિલો બનાવી 1.65 કરોડ થી વધુ રકમ ની હેરાફેરી કરી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.

આ  પણ વાંચો : જાણો નારાયણ રાણે પહેલા ક્યાં કેન્દ્રીય મંત્રીની પણ રાજ્ય પોલીસ દ્વારા થઈ ચૂકી છે ધરપકડ !

આ પણ વાંચો : 

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સહાય જાહેર કરવા વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સીએમને પત્ર

Next Video