VADODARA : ઉંડેરા ખાતે આવેલા તળાવમાં 23 વર્ષિય પોલીસ પુત્રએ મોતની છલાંગ લગાવી, પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે
નિરજ પવારે મોતની છલાંગ લગાવતા પહેલા લખેલી અંતિમ ચીઠ્ઠી મળી હતી, જેમાં "હું ઉંડેરા તળાવમાં કુદવા જઉ છું" તેવુ લખાણ લખ્યું હતું.
VADODARA : વડોદરામાં પોલીસ પુત્રએ તળાવમાં મોતની છલાંગ લગાવી છે.નિરજ પવાર નામના 23 વર્ષિય પુત્રએ ઉંડેરા ખાતે આવેલા તળાવમાં પડતું મુક્યું.મહત્વપૂર્ણ છે કે નિરજ પવારના પિતા વડોદરાના કારેલીબાગ પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવે છે. નિરજ પવારે મોતની છલાંગ લગાવતા પહેલા લખેલી અંતિમ ચીઠ્ઠી મળી હતી, જેમાં “હું ઉંડેરા તળાવમાં કુદવા જઉ છું” તેવુ લખાણ લખ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળેથી નિરજના ચંપલ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : GUJARAT : 3 ઓગષ્ટે 3.43 લાખ લોકોનું રસીકરણ, 3.44 કરોડથી વધારે ડોઝનું કુલ રસીકરણ થયું
આ પણ વાંચો : AHMEDABAD : AMCનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ શહેરને કરી રહ્યું છે ગંદુ , પીરાણાથી વિશાલા બ્રિજના રસ્તા પર ગંદકીના ઢગલા