Vadodara : બહુચર્ચિત હરેશ અમીન હત્યાકાંડને ઉકેલનારી પોલીસ ટીમને સન્માનિત કરાશે

|

Jul 09, 2022 | 6:13 PM

વડોદરામાં(Vadodara) હરેશ અમીનની હત્યા ષડયંત્ર રચનાર પ્રવીણ માલિવાડ અને ભરત માલિવાડ અને તેઓના પરિવારના નામે જંગી મિલકતો હોવાનું સામે આવ્યું છે, પત્ની લક્ષ્મીના નામે એક ફ્લેટ છે, અન્ય મકાન તથા જમીનો છે

Vadodara  : બહુચર્ચિત હરેશ અમીન હત્યાકાંડને ઉકેલનારી પોલીસ ટીમને સન્માનિત કરાશે
Vadodara Rural Police Team

Follow us on

વડોદરા(Vadodara)શહેરના બહુચર્ચિત હરેશ અમીન હત્યાકાંડને(Haresh Amin) ઉકેલનારી પોલીસ ટીમને સન્માનિત કરવામાં આવશે. જેમાં સમગ્ર હત્યાકાંડમાં(Murder)હરેશ અમીનની કારને અકસ્માત નડ્યો હતો. આગ લાગી છે કે લગાડવામાં આવી છે,કુદરતી મોત છે કે હત્યા કરવામાં આવી છે. આ વિવિધ પ્રશ્નો સાથે વડોદરા ગ્રામ્ય પોલીસની તમામ એજન્સીઓ અને ચુનંદા અધિકારીઓ સતત 51 દિવસ દોડતા રહ્યા અંતે મજબૂત સફળતા મેળવી છે. જેમાં પગલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ ટીમને સન્માનિત કરવાનું અને ઇનામ આપવાની જાહેરાત કરી છે.

હત્યાકાંડ ઉકેલનારી વિશેષ ટીમમાં સામેલ પોલીસ કર્મી

એમ. આર, ચૌધરી, SOG PI
આર. એન. રાઠવા, LCB PI
પી. જે. ખરસાણ, LCB PSI
એ. એમ. પરમાર, LCB PSI
જે. એમ. પઢીયાર, SOG PSI
વી. જી. લાંબડીયા,PSI,વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન
ડી. આઈ. સોલંકી, PSI,વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન
મુકેશ ભાઈ કંચન ભાઈ, ASI SOG

આરોપી બંધુઓએ વતનમાં 100 વીઘા જમીન ખરીદી

હરેશ અમીનની હત્યા ષડયંત્ર રચનાર પ્રવીણ માલિવાડ અને ભરત માલિવાડ અને તેઓના પરિવારના નામે જંગી મિલકતો હોવાનું સામે આવ્યું છે, પત્ની લક્ષ્મીના નામે એક ફ્લેટ છે, અન્ય મકાન તથા જમીનો છે,ગત વર્ષે વતન કડાણા માં 100 વીઘા જેટલી જમીન વતન કડાણા માં ખરીદી હતી, આટલી મોટી રકમ ની જમીન ખરીદવાના નાણાં ક્યાંથી લાવ્યા. શું હરેશ અમીનની જ આ જમીન છે અને માલિવાડ બંધુઓના નામે લીધી છે. આ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Tomato : ટામેટાંનો રસ ખૂબ જ છે ફાયદાકારક, જાણો કેવી રીતે જ્યુસ બનાવવું
આજનું રાશિફળ તારીખ : 02-11-2024
Video : છૂટાછેડા બાદ ક્રિકેટર હાર્દિક પંડયાએ પહેરી ખાસ અંગૂઠી
આ પાકિસ્તાની એક્ટર જે શાહરૂખ ખાન સાથે બેસીને પીતો સિગારેટ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની દીકરીનું નામ કર્યું જાહેર, પહેલી તસવીર કરી શેર
Vastu Tips : ઘરમાં દરરોજ આ સ્થાન પર દીવો કરો, ધનથી ભરાઈ જશે તિજોરી

કુલ 6 આરોપીઓની ધરપકડ

વડોદરાના લેન્ડલોર્ડ હરેશ અમીનના રહસ્યમય મોત પરથી વડોદરા ગ્રામ્ય પોલીસે પડદો ઉઠાવતા ઘટસ્ફોટ કર્યો છે કે હરેશ અમીનની કાર અકસ્માતે નહોતી સળગી કે અકસ્માતે હરેશ અમીનનું મોત નથી થયું પરંતુ તેઓની સુનિયોજિત હત્યા કરવામાં આવી હતી, વડોદરા ગ્રામ્ય પોલીસે હરેશ અમીનના ફાર્મ પર નોકર તરીકે કામ કરતા બે સગા ભાઈઓ ,એક ભાઈની પત્ની સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રવીણ અને ભરતે આ નાણાં ચુકવવા ના પડે તેથી હરેશ અમીનની હત્યાનો કારસો રચ્યો

જેમાં હરેશ અમીને પોતાના ફાર્મ હાઉસ પર રાખેલા સંતરામપુર ના પ્રવીણ માલિવાડ અને તેના ભાઈ ભરત માલિવાડ પર આંધળો ભરોસો હતો તેઓનો તમામ કારોબાર અને આર્થિક વ્યવહાર આ બંને ભાઈઓ થકી કરતા.. આજ રીતે અત્યાર સુધી આ બંને ભાઈઓ એ હરેશ અમીન પાસેથી ટુકડે ટુકડે 90 લાખ રૂપિયા આપ્યા હતા અને આ રકમ ની ઉઘરાણી હરેશ ભાઈએ શરૂ કરી જેથી પ્રવીણ અને ભરતે આ નાણાં ચુકવવા ના પડે તેથી હરેશ અમીનની હત્યાનો કારસો રચ્યો હતો

Next Article