વડોદરા પોલીસ નિર્મિત ફિલ્મ ‘ખપ્પર’નો કરણી સેના દ્વારા વિરોધ, ફિલ્મને રોકવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને કર્યો અનુરોધ

|

Feb 15, 2023 | 10:24 AM

વડોદરા (Vadodara) પોલીસે વ્યાજખોરોના ત્રાસથી શહેરીજનો જાગૃત બને તે માટે અવેરનેસ ફિલ્મ 'ખપ્પર' બનાવી તેને પ્રસિદ્ધ કરી છે. આ શોર્ટ ફિલ્મમાં 3 PI અને 1 ACPએ અભિનય પણ કર્યો છે.

વડોદરા પોલીસ નિર્મિત ફિલ્મ ખપ્પરનો કરણી સેના દ્વારા વિરોધ, ફિલ્મને રોકવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને કર્યો અનુરોધ
વડોદરા પોલીસે બનાવેલી ફિલ્મ ખપ્પરનો કરણી સેના દ્વારા વિરોધ

Follow us on

વ્યાજખોરોના ત્રાસમાંથી છોડાવવા વડોદરા પોલીસે શોર્ટ ફિલ્મનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ત્યારે હવે વડોદરા પોલીસના આ નવતર અભિગમનો કરણી સેના વિરોધ કરી રહી છે. ઘટનાની વાત કરીએ તો વડોદરા પોલીસે વ્યાજખોરોના ત્રાસથી શહેરીજનો જાગૃત બને તે માટે અવેરનેસ ફિલ્મ ‘ખપ્પર’ બનાવી તેને પ્રસિદ્ધ કરી છે. આ શોર્ટ ફિલ્મમાં 3 PI અને 1 ACPએ અભિનય પણ કર્યો છે. કરણી સેના મુજબ વડોદરા પોલીસની શોર્ટ ફિલ્મ ‘ખપ્પર’માં ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી ખોટું ચિત્રણ કરાયું છે. કરણી સેનાએ ફિલ્મને અટકાવવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પણ અનુરોધ કર્યો છે.

કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ

મહત્વનું છે કે એક તરફ રાજ્યમાં વ્યાજખોર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂરિયાત મંદ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને આ વ્યાજખોરો પૈસા આપીને તગડું વ્યાજ વસૂલતા હોવાના અનેક કિસ્સાઓ રાજ્યમાં એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે રાજય સરકારે લાલ આંખ કરતા વ્યાજ ખોરો વિરૂદ્ધ ચાલી રહેવી મેગા ડ્રાઇવ ચલાવી છે. ત્યારે આ પહેલ અંતર્ગત જ વડોદરા પોલીસે ફિલ્મ ‘ખપ્પર’ બનાવી છે. જો કે કરણી સેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યપ્રધાને આપેલા આદેશ અંતર્ગત ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં એવું લાગતુ હતુ કે માથાભારે તત્વો જ વ્યાજખોરી કરતા હશે. પરંતુ હવે એવી હકીકત સામે આવી છે કે વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ છે. થોડા દિવસ પહેલા આવા 228 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. લોકોને લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

વડોદરા પોલીસે અનેક લોક દરબાર યોજ્યા

ગુજરાતમાં  વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે.ત્યારે વડોદરામાં તો પોલીસે એક કદમ આગળ વધીને વ્યાજખોરોની પેઢી અને ઓફિસ પર સર્ચ હાથ ધર્યું છે.વડોદરામાં વ્યાજખોરોની પેઢી, ઓફિસો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે.  વડોદરામાં છેલ્લા કેટલાક દિવસમાં પોલીસે અનેક લોકદરબાર પણ યોજ્યા છે.

Published On - 10:09 am, Wed, 15 February 23

Next Article