Vadodara : પાવાગઢ ફાયરિંગ બટમાં પ્રવેશ મુદ્દે MLAના ભાઈ સામે નોંધાયો ગુનો, પરંતુ તેને લઈ જનાર PI પર કોની કૃપા ? જુઓ Video

પાવાગઢ ફાયરિંગ બટમાં પ્રવેશ મુદ્દે ધારાસભ્યના ભાઈ મયુર ધ્વજસિંહ સામે ગુનો નોંધાયો, પરંતુ ફાયરિંગ બટમાં લઈ જનાર પી આઈ વિરુદ્ધ કોઈજ કાર્યવાહી નથી કરાઇ. ફરજમાં બેદરકારી બદલ ફાયરિંગ બટ ના ઇન્ચાર્જ પી આઈ ચૉધરી સામે કાર્યવાહીને બદલે ફરિયાદી બનાવી દેવાયા છે. જેથી પ્રશ્ન એક જ છે કે પાદરાના તત્કાલીન PI ક્રિપાલસિહ ઝાલા પર કોની કૃપા?

Vadodara : પાવાગઢ ફાયરિંગ બટમાં પ્રવેશ મુદ્દે MLAના ભાઈ સામે નોંધાયો ગુનો, પરંતુ તેને લઈ જનાર PI પર કોની કૃપા ? જુઓ Video
| Edited By: | Updated on: Oct 26, 2023 | 12:11 AM

પાવાગઢ ખાતે વડોદરા ગ્રામ્ય પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમ્યાન પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાનાના ભાઈ મયુર ધ્વજ સિંહ ઝાલાને ગેરકયદેસર રીતે પાદરાના તત્કાલીન PI કૃપાલ સિંહ ઝાલા ફાયરિંગ બટમાં લઈ ગયા હતા, આ પ્રકરણ સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા એ DYSP ને તપાસ સોંપી હતી,પાંચ મહિના સુધી તપાસનું નાટક ચાલ્યું અને માત્ર ધારાસભ્ય ના ભાઈ વિરુદ્ધ માત્ર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો, બેજવાબદાર બે પી આઈ ને ફોજદારી કાર્યવાહી માંથી બચાવી લેવાયા

વડોદરા ગ્રામ્ય પોલીસ ની પાવાગઢ ખાતે યોજાયેલી ફાયરિંગ પ્રેક્ટિસ દરમ્યાન ગેરકાયદેસર રીતે ફાયરિંગ બટ માં પ્રવેશેલા મયુર ધ્વજ સિંહ ઝાલા સામે અંદાજે 4 મહિના પછી હાલોલ પોલીસ મથકે માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો, અને માત્ર મયુર સિંહ સામેજ ગુનો નોંધાયો તેને કારણે વડોદરા ગ્રામ્ય પોલીસ ની કાર્યપધ્ધતિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

કાયદાના નિષ્ણાતો અને ખુદ કેટલાક પોલીસ અધિકારીઓ પણ કહી રહ્યા છે કે જો મયુર ધ્વજ સિંહ ઝાલા સામે ગુનો નોંધાયો તો તેઓને ફાયરિંગ બટ માં લઇ જનાર પાદરા ના તત્કાલીન PI ક્રિપાલસિહ ઝાલા સામે પણ ગુનો નોંધાઈ શકે છે તો કેમ તેઓ સામે ગુનો નોંધવામાં ન આવ્યો?

મયુર ધ્વજ સિંહ ઝાલા સામે નોંધાયેલ FIR માં આરોપી તરીકે પી આઈ ક્રિપાલસિહ ઝાલાનું નામ કેમ નથી? PI ક્રિપાલસિહ સિંહ ઝાલાને કોની સૂચના થી ફોજદારી કાર્યવાહી માંથી બચાવી લેવાયા? તે પ્રશ્ન વડોદરા પોલીસ માં ચર્ચા નો મુદ્દો બન્યો છે. મયુર ધ્વજ સિંહ ઝાલાને ફાયરિંગ બટ માં લઇ જનાર પી આઈ ક્રિપાલસિહ ઝાલાજ છે તો મુખ્ય આરોપી અને પ્રથમ આરોપી તો pi આઈ ક્રિપાલસિહ ઝાલાજ કહેવાય તો કેમ તેઓ સામે હજુ સુધી સસ્પેન્શન સહિત ની કોઈજ કાર્યવાહી હજુ સુધી નથી કરાઈ જેને કારણે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. PI ક્રિપાલસિહ પર આ કૃપા કોણ વરસાવી રહ્યું છે?

ફાયરિંગ બટના ઇન્ચાર્જ સામે પણ બેદરકારીનો ગુનો નોંધાય, તો તેઓની સામે કેમ કોઈ કાર્યવાહી નહિ? ફાયરિંગ બટ ઇન્ચાર્જ PI એમ આર ચૉધરીની પણ બેદરકારી ગણાય અને તેઓની સામે પણ બેદરકારી બદલ ગુનો દાખલ થાય તેઓની સામે કોઈ કાર્યવાહી ને બદલે તેઓનેજ મયુર ધ્વજ સિંહ સામે જાહેરનામા ભંગનો દેખાડા ખાતર નોંધાયેલ ગુનાના ફરિયાદી બનાવી દેવાયા, આમ વડોદરા ગ્રામ્ય પોલીસના આ અક્ષમ્ય ગુનાહિત પ્રકરણ માં કુલડી માં ગોળ ભાંગવાની કોશિશ થઈ છે.

જિલ્લા પોલીસ વડાએ DYSP આકાશ પટેલને તપાસ સોંપી હતી

ફાયરિંગ બટ માં પાદરાના તત્કાલિન PI ક્રિપાલસિહ ઝાલા સાથે મયુર ધ્વજ સિંહ ઝાલા પણ પહોંચ્યા હોવાની ઘટના જિલ્લા પોલોસ વડા રોહન આંનદના ધ્યાન પર આવ્યા બાદ ક્રાઇમ કોન્ફરન્સમાં આ મુદ્દે જિલ્લા પોલીસ વડા એ જાહેરમાં ઉધડો લેતા મેં માસમાં આ પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું, માધ્યમો દ્વારા આ પ્રકરણ ની નોંધ લેવામાં આવતા dysp આકાશ પટેલ ને આ સમગ્ર મામલા ની વિભાગીય તપાસ સોંપવામાં આવી હતી, અને હવે ગુનો નોંધાયો છે.

મેં મારો તપાસ અહેવાલ સુપ્રત કરી દીધો છે, DYSP આકાશ પટેલ

જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા જેને તપાસ સોંપવામાં આવી હતી તે આકાશ પટેલે જણાવ્યું કે મેં મારો તપાસ અહેવાલ સુપ્રત કરી દીધો છે, તપાસ અંગે ની વિગતો કોન્ફિડન્શિયલ હોય આ અંગે જાહેર ચર્ચા કરી શકાય નહીં

PI ની માત્ર બદલી, કોઈજ કાર્યવાહી નહિ?

મેં માસમાં આ પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ પી આઈ ક્રિપાલસિહ ઝાલા સામે કોઈ કઠોળ પગલાં ભરવાને બદલે માત્ર બદલી કરી દેવાઈ હતી,ક્રિપાલસિહ ઝાલા હાલ વડોદરા ગ્રામ્ય માંજ એલ આઈબી પીઆઇ તરીકે ફરજ બજાવે છે.

ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસ વડા ની કચેરી કેમ ચૂપ?

જ્યારે આ પ્રકરણ સામે આવ્યું ત્યારેજ રાજ્ય પોલીસ વડા ni કચેરી અને ગૃહ વિભાગ દ્વારા પી આઈ ક્રિપાલસિહ ઝાલા ની ભૂમિકા ની તપાસ અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી પરંતુ હજુ સુધી ગૃહ વિભાગ કે રાજ્ય પોલીસ વડા દ્વારા આ અંગે કોઈજ કાર્યવાહી કરાઈ નથી? આ પ્રકરણ સામે આવ્યા બાદ પી આઈ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી અને જિલ્લા બહાર બદલી ની સત્તા આ બે કચેરીઓ જ ધરાવે છે.

આ પણ વાંચો : Sabarkantha: નેત્રામલીમાં આઠમની અદાવત રાખીને પૂર્વ સરપંચે ટોળા સાથે પરિવાર પર હુમલો કર્યો, 200 સામે ફરિયાદ, જુઓ Video

મને ઉપર થી જે આદેશ હતો એ મુજબ ફરિયાદ નોંધાવી- PI ચૉધરી

હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે મયુર ધ્વજ સિંહ સામે નોંધાયેલ ગુના ના ફરિયાદી વડોદરા ના મંજૂસર પોલીસ મથકના પી આઈ એમ આર ચૉધરી નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે મને ઉપર થી જે પ્રકાર ની ફરિયાદ નોંધાવવાનો આદેશ હતો એ મુજબ ફરિયાદ નોંધાવી,મયુર ધ્વજ સિંહ સિવાય અન્ય કોઈ આરોપીના નામ ફરિયાદ માં કેમ નથી તે પ્રશ્ન ના ઉત્તર માં પી આઈ ચૉધરી એ આ મુજબ જણાવ્યું હતું.

કલેકટરના જાહેરનામાના ભંગ નો ગુનો દાખલ

હાલોલ ડિવિઝન ના DYSP વી જે રાઠોડે જણાવ્યું કે ફાયરિંગ બટ માં નહીં પ્રવેશવા માટે જિલ્લા કલેકટર નું પ્રતિબંધાત્મક જાહેરનામું હોય છે, કોઈ ખાનગી વ્યક્તિ બટ માં પ્રવેશી શકે નહીં આ જાહેરનામા ભંગ અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:00 am, Thu, 26 October 23