Sabarkantha: નેત્રામલીમાં આઠમની અદાવત રાખીને પૂર્વ સરપંચે ટોળા સાથે પરિવાર પર હુમલો કર્યો, 200 સામે ફરિયાદ, જુઓ Video
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નેત્રામલી ગામના એક પરિવાર પર સ્થાનિક આગેવાન સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલો કરીને પરિવારના સભ્યને બળજબરી પૂર્વક ખેંચીને ગામના નવરાત્રી ચોકમાં લઈ જઈને માઈક પર માફી મંગાવતા વિવાદ સર્જાયો હતો. માઈક પર માફી અગાઉ પૂર્વ સરપંચ નિલેશ પટેલ દ્વારા સામાજીક ઉશ્કેરણીજનક ભાષણ કર્યાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો વાયરલ થયા બાદ બે સમાજ વચ્ચેનો વિવાદ વધ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નેત્રામલી ગામના એક પરિવાર પર સ્થાનિક આગેવાન સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલો કરીને પરિવારના સભ્યને બળજબરી પૂર્વક ખેંચીને ગામના નવરાત્રી ચોકમાં લઈ જઈને માઈક પર માફી મંગાવતા વિવાદ સર્જાયો હતો. માઈક પર માફી અગાઉ પૂર્વ સરપંચ નિલેશ પટેલ દ્વારા સામાજીક ઉશ્કેરણીજનક ભાષણ કર્યાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો વાયરલ થયા બાદ બે સમાજ વચ્ચેનો વિવાદ વધ્યો હતો. આ માટે બંને સમાજ વતી મામલો થાળે પાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ઘટનામાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોઈ આ અંગે ઈડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ હતી.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ
જેમાં નવરાત્રીમાં આઠમના દિવસે મંદિરમાં પૂજા કરવાની અદાવત રાખીને ઘર્ષણ સર્જાયુ હતુ. ફરિયાદ મુજબ પૂર્વ સરપંચ નિલેશ પટેલ અને 10 અન્ય આગેવાનો દોઢસો બસો લોકોનુ ટોળુ લઈને એક પરિવારના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમને માર મારીને સોનાની ચેઈ અને રોકડ લુંટી લીધી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ટોળા સાથે આવીને બળજબરી પૂર્વક પરિવારના મોભીને ખેંચીને નવરાત્રી ચોકમાં મંદિરે લઈ જઈ માફી મંગાવી હતી. ઘટનામાં ઈજા પહોંચતા હરપાલસિંહ કુંપાવતે આ મામલે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

