VADODARA : ડભોઇ તાલુકામાં કપાસના પાકમાં ભેદી રોગથી ખેડૂતોમાં ચિંતા, 23 હજાર હેક્ટરના પાક સામે ખતરો

|

Aug 18, 2021 | 3:45 PM

કપાસના પાકમાં આ પહેલીવાર આવો રોગ આવ્યો છે જેને વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે, પણ આ વાયરસ એવો છે કે કપાસનો વિકાસ અટકાવી દે છે.

VADODARA : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કપાસના પાકમાં ભેદી રોગથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કપાસના પાકમાં ભેદી રોગથી ડભોઈ તાલુકામાં ખેડૂતો ચિંતિત છે..એક તરફ વરસાદે લાંબો વિરામ લીધો છે. જેના પગલે ઉભો પાક મુરઝાવા લાગ્યો છે.તો બીજી તરફ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નથી આવી રહ્યું, જેના પગલે ખેતરમાં સિંચાઈ પણ નથી થતી..જગતના તાતને આટલી મુશ્કેલીઓ ઓછી હતી તેમાં કપાસના પાકને અજાણ્યા વાયરસનો રોગ લાગું પડી ગયો છે. જેના નમૂના લઈ આનંદ કૃષિ યુનિવર્ષિટી ખાતે રિષર્ચ માટે મોકલવામાં આવ્યા છે.પરંતુ કપાસના પાકમાં લાગેલા આ વાયરસની સુધી કોઈ ઓળખ થઈ નથી.અને આ રોગના નિવારણ માટે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. કપાસના પાકમાં આવેલા આ ભેદી રોગથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં 23,601 હેકટર જમીનમાં વાવેલો પાકમાં નુકસાનમાં ભીતી સેવાઈ રહી છે.

વડોદરા ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી અને બોડેલી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કપાસની ખેતીમાં અચાનક ભેદી રોગ જોવા મળ્યો છે. જેને પગલે કપાસના ઉભા છોડનો વિકાસ અચાનક અટકી ગયો છે. ખેતીવાડી અધિકારીએ નિરીક્ષણ માટે છોડ લઈ જઈ તપાસ કરી પરંતુ ભેદી રોગની ભાળ મળી ન હતી. જેથી થોડા સમયમાં કપાસના સંપુર્ણ પાકને નુકશાન પહોંચવાની ભીતી સેવાઈ રહી છે.ત્યારે ખેતીવાડી વિભાગ અને સરકાર ખેડૂતોની સ્થિતિ સમજી યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

કપાસના પાકમાં આ પહેલીવાર આવો રોગ આવ્યો છે જેને વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે, પણ આ વાયરસ એવો છે કે કપાસનો વિકાસ અટકાવી દે છે. અત્યારે બે અઢી મહિનાના કપાસમાં ફળ આવી જવું જોઈએ, પણ વાયરસના કારણે કપાસમાં ફળ આવ્યાં નથી. જેના કારણે ખેડૂત પાયમાલ થવાની સ્થિતિ તરફ જઈ રહ્યો છે.

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

આ પણ વાંચો : BANASKANTHA : ઇકો કારે પગપાળા જઈ રહેલા 7 લોકોને અડફેટે લીધા, 2 લોકોના મૃત્યુ, 5 ઈજાગ્રસ્ત થયા

 

Next Video