Vadodara: ખેલૈયાઓની સુરક્ષા માટે ગરબા આયોજકોએ કરોડો રુપિયાનો ઉતરાવ્યો વીમો

|

Sep 26, 2022 | 11:04 AM

ગુજરાતમાં (Gujarat) નવરાત્રીની (Navratri 2022) ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન આગ, અકસ્માત, વરસાદ, તોફાન કે દુર્ઘટનાના કારણે નુકસાન ન થાય તે માટે કરોડો રૂપિયાનો વીમો ગરબા આયોજકોએ ઉતરાવ્યો છે.

Vadodara: ખેલૈયાઓની સુરક્ષા માટે ગરબા આયોજકોએ કરોડો રુપિયાનો ઉતરાવ્યો વીમો
યુનાઈટેડ વેના ગરબામાં 8 કરોડનું વીમા કવચ

Follow us on

કોરોના મહામારીના બે વર્ષ બાદ આવેલી નવલી નવરાત્રીને (Navratri 2022) લઇને યુવાઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતની નવરાત્રીમાં ખેલૈયાઓ તેમના મિત્રો અને પરિવારજનો સાથે ધૂમ મચાવવા થનગની રહ્યા છે. નવરાત્રીને લઇને ખેલૈયાઓએ વિવિધ ગરબા સ્ટેપની પ્રેક્ટિસ પણ કરી લીધી છે. વડોદરા (Vadodara) શહેરમાં યુનાઈટેડ વેના ગરબા ખૂબ જ જાણીતા છે. ત્યારે યુનાઈટેડ વેમાં (United Way) એકસાથે હજારોની સંખ્યામાં લોકો ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

25 કરોડની માતબર રકમનું વીમા કવચ

ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન આગ, અકસ્માત, વરસાદ, તોફાન કે દુર્ઘટનાના કારણે નુકસાન ન થાય તે માટે કરોડો રૂપિયાનો વીમો ગરબા આયોજકોએ ઉતરાવ્યો છે. વડોદરાના વિવિધ ગરબા આયોજકોએ 25 કરોડની માતબર રકમનું વીમા કવચ લીધું છે. ખેલૈયાઓના જાન-માલના રક્ષણ અને ગ્રાઉન્ડની સુરક્ષા માટે વીમો મળશે. વડોદરાના સૌથી મોટા યુનાઈટેડ વે ગરબાનું આયોજન કલાલી એમ.એમ. પટેલ ફાર્મ હાઉસ ખાતે કરાયું છે. યુનાઈટેડ વેના ગરબામાં 30 હજાર ખેલૈયા એકસાથે રમશે. જ્યારે 15 હજાર લોકો એકસાથે બેસીને ગરબા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેલૈયાઓની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત

વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજીત નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોએ 6.44 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. જેમાં કોઈ કુદરતી આફતને કારણે ગરબા કેન્સલ થાય તો 1 કરોડ 94 લાખ, અને આગ જેવી દુર્ઘટનાને લઈ 2.50 કરોડનો વીમો ઉતરાવવામાં આવ્યો છે. તો મેડિકલ કે અકસ્માતે મોત માટે 2.94 કરોડનો વીમાની વ્યવસ્થા છે. નવલખી ગરબા ગ્રાઉન્ડમાં 35 હજાર ખેલૈયા એકસાથે ગરબા રમી શકશે. તો 17 હજાર લોકો આરામથી બેસીને જોઈ શકે તેવી વ્યવસ્થા છે. નવલખી ગ્રાઉન્ડમાં બે ફૂડ કોર્ટ છે. ખેલૈયાઓની સુરક્ષા માટે ખાસ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહત્વનું છે કે આજથી નવરાત્રીની શરુઆત થઇ છે. ત્યારે વડોદરામાં માતાજીના વિવિધ મંદિરોને સજાવવામાં આવ્યા છે. માતાજીની આરાધના કરવા માટે મંદિરોમાં ભીડ જોવા મળી રહી છે. બજારમાં પણ ફુલ અને માટીના ગરબાની ખરીદીની ધૂમ જોવા મળી રહી છે. તો ચણિયા ચોળીની છેલ્લી ઘડીની ખરીદી કરવા પણ બજારમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

Next Article