ગુજરાતમાં ધોરણ 1થી5 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો વડોદરા પેરેન્ટસ એસોસિએશનનો વિરોધ, સરકારને પૂછ્યા વેધક સવાલો

|

Nov 21, 2021 | 6:32 PM

વડોદરા પેરેન્ટ એસોસિએશનવિરોધ કરતાં કહ્યું કે બધી જવાબદારી વાલીની છે અને તેમણે સહી કરીને બાળકોને શાળાએ મોકલવાના છે.

ગુજરાતમાં(Gujarat)  કોરોનાની દહેશત હવે ઓછી થતા સરકારે સોમવારથી ધોરણ 1થી 5નું શિક્ષણ(Education)  ઓફલાઇન(Offline)  શરુ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો વડોદરા પેરેન્ટસ  એસોસિએશન(Vadodara Parents Association)  વિધાર્થીઓના હિતમાં વિરોધ કર્યો છે. તેમજ એક તરફ રાજ્યના કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમજ બાળકોને વેક્સિન આપવામાં આવી નથી.

તેમજ સરકાર કે સંચાલક કોઇ જવાબદારી લેવા તૈયાર નથી. બધી જવાબદારી વાલીની છે અને તેમણે સહી કરીને બાળકોને શાળાએ મોકલવાના છે. તેવા સમયે સરકારે આ મુદ્દે ફરી વિચારવું જોઇએ આ નિર્ણયથી બાળકોના સલામતી જોખમાશે. તેમજ હજુ શાળાએ જવા માટે સ્કૂલ વાન અને જરૂરી ગણવેશની પણ વ્યવસ્થા નથી. તેવા સમયે યુદ્ધના ધોરણે કુમળા બાળકો માટે નિર્ણય લેવો યોગ્ય નથી.

આ ઉપરાંત સરકાર એક તરફ કહી રહી છે કે રસી નહિ ત્યાં સુધી ઢીલાસ નહિ. તેમજ હજુ સુધી 10 થી 17 વર્ષના બાળકોને પણ સરકાર રસી આપી નથી શકી. તેવા સમયે આ નિર્ણય યોગ્ય નથી. તેમજ સરકારના નિર્ણયથી શાળા સંચાલકોને ફી ઉઘરાવવાનો છૂટો દોર મળશે.સરકારે હજુ સુધી ફી અંગે કોઇ જાહેરાત કરી નથી. અમારી માંગ છે કે પ્રથમ સત્રની 50 ટકા ફી માફ થવી જ જોઇએ.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ઓફલાઇન શિક્ષણ શરુ કરવાની જાહેરાત કરતા તમામ શાળાઓેને એસઓપીનું પાલન કરવાની પણ સુચના આપી છે.બીજી તરફ સરકારની જાહેરાત બાદ સવાલો ઉભા થયા છે કે નાના બાળકોને આવકારવા શાળાઓ કેટલી સજ્જ છે.

આ પણ  વાંચો :  અમદાવાદમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ, કોર્પોરેશને ત્રીજી લહેરને રોકવા કવાયત હાથ ધરી

આ પણ  વાંચો : સી.આર. પાટીલ અંગે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Published On - 6:31 pm, Sun, 21 November 21

Next Video