Vadodara : કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને હાર્ટએટેક આવતાં મોત, મૃતક સામે દાખલ હતા સંખ્યાબંધ ગુના

|

Aug 18, 2023 | 9:27 PM

કુખ્યાત બુટલેગર નાગદાન પ્રભુદાન ગઢવી અંદાજે 50 વર્ષની ઉંમરનો હતો. તેની સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં પ્રોહીબીશનના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા હતા.

Vadodara : કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને હાર્ટએટેક આવતાં મોત, મૃતક સામે દાખલ હતા સંખ્યાબંધ ગુના
bootlegger Nagdan Gadhvi

Follow us on

Vadodara : વડોદરામાં કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું (Bootlegger Nagdan Gadhvi) મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેડા કાર્ટમાં મુદ્દત માટે હાજરી આપી જાપતા ટુકડી સાથે વડોદરા લાવવામાં આવી રહ્યો હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતક સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના સંખ્યાબંધ ગુના દાખલ હતા.

આ પણ વાંચો Gujarati Video : વડોદરામાં રિલ્સ બનાવવાની ઘેલછામાં નબીરાઓએ રસ્તા પર કર્યા જોખમી સ્ટંટ, પોલીસે ex.MLAનાં લખાણ વાળી કાર જપ્ત કરી, 5ની અટકાયત

અમદાવાદની સાબરમતી જેલમાં લાંબા સમયથી બંધ હતો

કુખ્યાત બુટલેગર નાગદાન પ્રભુદાન ગઢવી અંદાજે 50 વર્ષની ઉંમરનો હતો. તેની સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં પ્રોહીબીશનના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા હતા. અમદાવાદની સાબરમતી જેલમાં લાંબા સમયથી બંધ હતો. ત્યારે હાલ મધ્ય ગુજરાતના કેસોની કાનૂની કાર્યવાહી ચાલતી હતી. તેથી વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે ખેડાના એક કેસની મુદ્દત હોવાથી પ્રિન્સિપલ સિનિયર જજ ખેડા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

નાગદાનના મોતની તપાસ હવે હરણી પોલીસ સ્ટેશનના PI અને એચ ડિવિઝન ACP કરશે

બુટલેગર નાગદાન ગઢવીને કોર્ટમાં રજૂ કરી જાપતા ટુકડી પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી સારવાર માટે તાત્કાલિક તેને દવાખાને ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આરોપી નાગદાન ગઢવીને પહેલાથી જ હૃદયની તકલીફ હતી, નાગદાનનું હૃદય માત્ર 13 ટકા જ કામ કરતું હતું. નાગદાનના મોતની તપાસ હવે હરણી પોલીસ સ્ટેશનના PI અને એચ ડિવિઝન ACP કરશે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ રીધમ હોસ્પિટલમાં નાગદાનનું મોત થયા બાદ હરણી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેના મૃતદેહને SSG હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો છે, જ્યાં પોસ્ટ મોર્ટમ તથા અન્ય કાનૂની પ્રકીર્યા પૂર્ણ કર્યા બાદ જેલ સત્તાધીશો સાથે સંકલનમાં રહીને નાગદાનના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો હતો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે રાજ્યના મોસ્ટ વોન્ટેડ બુટલેગર નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી)ને હરિયાણા રાજ્યના ગુરૂગ્રામમાંથી ઝડપી પાડ્યો હતો. આ માટે સ્ટેટ મોનીટરીંગ સેલે 2 ટીમ બનાવી હરિયાણા ખાતે સતત બે દિવસ સુધી આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નાગદાન પ્રભુદાન ગઢવીને ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં 31થી વધુ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ હતો.

જુદા જુદા કેસોમાં તબક્કાવાર ધરપકડ થઈ હતી

સૌપ્રથમ તેની અમદાવાદના કણભામાં નોંધાયેલ ગુના સંદર્ભે ધરપકડ થઈ હતી અને ત્યાર બાદ જુદા કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ તથા આસપાસના વિસ્તારોના ગુનાઓની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મધ્ય ગુજરાતના કેસોમાં તેની કાર્યવાહી શરૂ કરાઇ હતી અને તેના ભાગરૂપે જ વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:06 pm, Fri, 18 August 23

Next Article