રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા વડોદરા (Vadodara)ના નવલખી સામુહિક દુષ્કર્મ કેસ (Navlakhi gang rape case)માં આજે ચુકાદો આવ્યો છે. નવલખી દુષ્કર્મ કેસમાં 26 માસ બાદ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં બંને આરોપીઓને આજીવન કેદ ફટકારવામાં આવી છે. આ કેસમાં બંને આરોપીને મૃત્યુદંડની સજા કરવા સરકારી વકીલે રજૂઆત કરી હતી. બે આરોપીની જે તે સમયે ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચે માત્ર 45 દિવસમાં તપાસ પુરી કરી હતી. આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણૂંક કરવામાં આવી હતી અને કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલ્યો હતો.
પોક્સો કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ (Video conference) થી આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા અને તેમાં જજ આર.ટી. પંચાલ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જજે વર્ચ્યુઅલ પદ્ધતિથી સુનાવણી (Hearing) પ્રક્રિયા હાથ ધરી ચૂકાદો આપ્યો છે. જેમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા કરાઈ છે. ફરિયાદ પક્ષે મૃત્યુદંડની માંગ કરી હતી પણ પીડિતા જીવિત હોવાથી કોર્ટે આ માગણી સ્વીકારી નહોતી.
28 નવેમ્બર 2019એ 14 વર્ષ 8 માસની સગીરા મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી. ત્યારે કિશન માથાસુરીયા અને જશા સોલંકી નામના શખ્સે સગીરાના મંગેતરને ધમકાવીને ભગાડી દીધો હતો. જે બાદ સગીરાને નજીકમાં આવેલી ઝાડીમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આ કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે એડવોકેટ પ્રવીણ ઠક્કરની નિમણૂંક કરવામાં આવી હતી. આ કેસમાં સાયન્ટિફીક પુરાવાઓમાં મળ્યાં છે અને ડીએનએ મેચ થતાં હોવાના કારણે આરોપીઓ સામે મજબુત પુરાવાઓ છે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આરોપીઓને મૃત્યુ દંડની સજાની માગણી કરી છે. ઘટનાના 26 માસ બાદ ચુકાદો જાહેર થશે.
આ પણ વાંચોઃ ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિનો મુદ્દો: જીયુવીએનએલે ભરતીમાં ગેરરીતિ ના થઇ હોવાનો રિપોર્ટ સોંપ્યો
Published On - 3:21 pm, Wed, 9 February 22