વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય

|

Feb 26, 2022 | 3:21 PM

મંત્રી મનીષા વકીલે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાઓએ ગુજરાતની આગવી પહેલ છે. સરકારે પ્રથમ ૧૨૧ દિવસના શાસનકાળમાં ૨૦૦ જેટલા શકવર્તી નિર્ણયો લીધાં છે જેના પગલે લોકોને તેમના માટેની યોજનાઓનો લાભ ઝડપથી અને સરળતાથી મળતાં થયાં છે.

વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247  કરોડથી વધુ રકમની સહાય
Vadodara: More than Rs 247 crore assistance to the beneficiaries of Garib Kalyan Mela under various schemes (ફાઇલ)

Follow us on

Vadodara: શહેરી વિસ્તારના 12માં ગરીબ કલ્યાણ મેળામાં (Garib Kalayan Melo) 11,355 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમના લાભોનું મંત્રી અને પદાધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરાના સયાજી નગર ગૃહમાં વડોદરા શહેરી વિસ્તારના 12માં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે (Minister Manishaben Vakil)જણાવ્યું કે રાજ્ય સરકારે આખા રાજ્યમાં ત્રણ દિવસના ગરીબ કલ્યાણ મેળાઓના કરેલા આયોજનથી રાજ્યમાં ગરીબ કલ્યાણની ચેતના અને ક્રાંતિ પ્રગટી છે.

મંત્રી મનીષા વકીલે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાઓએ ગુજરાતની આગવી પહેલ છે. સરકારે પ્રથમ ૧૨૧ દિવસના શાસનકાળમાં ૨૦૦ જેટલા શકવર્તી નિર્ણયો લીધાં છે જેના પગલે લોકોને તેમના માટેની યોજનાઓનો લાભ ઝડપથી અને સરળતાથી મળતાં થયાં છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વડોદરા શહેરી વિસ્તારના બારમા ગરીબ કલ્યાણ મેળા પહેલા, મેળા દરમિયાન અને મેળા પછી કુલ ૧૧,૩૫૫ લાભાર્થીઓને વડોદરા મહાનગર પાલિકા તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ હેઠળ રૂ.૨૪૭ કરોડથી વધુ રકમના લાભો આપવામાં આવી રહ્યા છે.

આજના મેળામાં વમપાના આરોગ્ય, આવાસન અને શહેરી સામુદાયિક વિકાસ વિભાગો દ્વારા આયુષ્માન કાર્ડ, પીએમજય, કસ્તુરબા પોષણ સહાય,જનની સુરક્ષા, એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા આવાસ ફાળવણી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મફત તબીબી સહાય,નિરાધાર વૃદ્ધ અને વિધવા સહાય,માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારીના સાધનો, દરજીકામ, ભરતકામ,અથાણાં ઉત્પાદન જેવા વ્યવસાયો માટે યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Karnataka: અભિનેતા ચેતન કુમારને મળ્યા જામીન, હિજાબ વિવાદની સુનાવણી કરતાં હાઈકોર્ટના જજ પર કરી હતી ટિપ્પણી, થઈ હતી ધરપકડ

આ પણ વાંચો : Rajkot: ખોડલ ધામ ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચેની બેઠક પૂર્ણ, કેસ પાછા ખેંચવાને અને મૃત્યુ પામેલાના પરિજનોને નોકરી બાબતે ચર્ચા

Next Article