VADODARA: ગ્રીન બેલ્ટ મામલે મેયર કેયુર રોકડિયાના નિર્ણય સામે હવે ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ મોરચો માંડ્યો

|

Aug 18, 2021 | 6:01 PM

મેયર બન્યા બાદ કેયુર રોકડિયા વિવાદમાં ફસાયા છે અને પક્ષના જ ધારાસભ્યો તથા સાંસદની નારાજગીનો તેઓએ સામનો કરવાનો વારો આવ્યો છે. ગ્રીન બેલ્ટ પ્લોટના આ વિવાદે વડોદરા શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખાને સપાટી પર લાવી દીધો છે.

VADODARA: વડોદરામાં ગ્રીન બેલ્ટના પ્લોટ પાછા લેવાનો મામલો હવ વધુ ગરમાઇ રહ્યો છે.મેયર કેયુર રોકડિયાના નિર્ણય સામે હવે ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ મોરચો માંડ્યો છે.15મી ઓગસ્ટના દિવસે સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડીયાએ મેયરના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો.ત્યારે હવે સાંસદ રંજન ભટ્ટ પણ મેદાનમાં ઉતર્યા છે…અને મેયર કેયુર રોકડિયાના નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા ફાળવાયેલા ગ્રીન બેલ્ટના પ્લોટનો હેતુફેર થયાની ફરિયાદ કોંગ્રેસે કરી હતી.અને કોંગ્રેસની રજૂઆત બાદ મેયરે કાર્યવાહી કરતા તમામ 48 જેટલા પ્લોટ સંસ્થાઓ પાસેથી પરત લઇ લીધા હતા.ત્યારે હવે વડોદરા શહેરના ભાજપના 5 ધારાસભ્યો અને સાંસદ રંજન ભટ્ટે મેયરના નિર્ણયને અયોગ્ય ઠેરવી પ્લોટ પરત કરવાની માગ કરી છે.

જોકે કોંગ્રેસની રજૂઆત બાદ કાર્યવાહી કરીને મેયર કેયુર રોડકિયા પક્ષમાં એકલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકાના જ ભાજપના કોર્પોરેટરો મેયરના નિર્ણયથી નારાજ છે.જોકે ધારાસભ્યો અને સાંસદોની માગ મુદ્દે પૂછતા મેયરે ગોળગોળ જવાબો આપ્યા.જોકે આખરે તેઓએ કબૂલ્યું કે હાલ પ્લોટ પરત કરવાનો કોઇ વિચાર નથી.

ઉલ્લેખનીય છે કે મેયર બન્યા બાદ કેયુર રોકડિયા વિવાદમાં ફસાયા છે અને પક્ષના જ ધારાસભ્યો તથા સાંસદની નારાજગીનો તેઓએ સામનો કરવાનો વારો આવ્યો છે.જોકે ગ્રીન બેલ્ટ પ્લોટના આ વિવાદે વડોદરા શહેર ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખાને સપાટી પર લાવી દીધો છે, ત્યારે જોવાનુ એ રહે છે કે આ સમગ્ર મામલો હવે ક્યાં જઇને અટકશે.

આ પણ વાંચો : RAJKOT : દારૂની હેરાફેરી માટે બુટલેગરે કાઢ્યો નવો રસ્તો, પણ પોલીસની નજરથી ન બચી શક્યો

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

 

Next Video