Vadodara: મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી દ્વારા ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલીવરી’ પુસ્તકનો વાંચન અને સંવાદ કાર્યક્રમ યોજાયો

|

Jun 01, 2022 | 6:29 PM

આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) પુસ્તકમાં લખેલા પોતાના લેખ અને અનુભવો તથા બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ વડાપ્રધાનના રાજકીય જીવન પર લખેલા લેખ અને અનુભવો વાંચીને ઉદાહરણ સાથે સંભળાવ્યા હતા.

Vadodara: મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી દ્વારા ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલીવરી’ પુસ્તકનો વાંચન અને સંવાદ કાર્યક્રમ યોજાયો
Program on the book 'Modi @ 20: Dreams Meet Delivery'

Follow us on

વડોદરાની (Vadodara) મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (The Maharaja Sayajirao University) દ્વારા 31 મેના રોજ ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલીવરી’ પુસ્તકનો વાંચન અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સર સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે (Union Foreign Minister Dr. S. Jaishankar) ઉપસ્થિતિ રહ્યા હતા. સાથે જ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu vaghani) હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં  વિદેશ મંત્રીએ પુસ્તકમાં લખેલા પોતાના લેખ અને અનુભવો તથા બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ વડાપ્રધાનના રાજકીય જીવન પર લખેલા લેખ અને અનુભવો વાંચીને ઉદાહરણ સાથે સંભળાવ્યા હતા અને ત્યારબાદ MSUના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સહિતના સ્ટાફ સાથે સંવાદ સાધ્યો હતો. તેમજ જિજ્ઞાસુઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના વિદેશ મંત્રી જયશંકરે સંતોષકારક જવાબો આપ્યા હતા.

વડાપ્રધાનના અનુભવોથી શીખ લેવાનો લાભ દેશને મળી રહ્યો છે: એસ. જયશંકર

કેન્દ્રીય વિદેશ મંત્રી જયશંકરે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2011માં જયશંકર ચીનના રાજદૂત તરીકે ચીનમાં નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે પુસ્તકમાં લખાયેલા પોતાના અનેક લેખ અને અનુભવોને ટાંકીને ઉદાહરણ આપીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં ખૂબ જિજ્ઞાસા છે અને તે પોતાના અનુભવોથી શીખે છે અને સર્વશ્રેષ્ઠ દેશ અને દેશવાસીઓને આપવાની કોશિશ કરે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ અનુભવ સમગ્ર ઉપસ્થિત લોકો સામે વ્યક્ત કરીને કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદી સાથે બહારના દેશોમાં ફરવા જઇએ એટલે તે ત્યાંની સુવિધા કે યોજનાને વિચારીને, જોઇને, સમજીને, અનુભવીને ભારત લઇ આવે છે. જેમ કે, પબ્લિક હાઉસિંગ યોજના એટલે કે PMAY સિંગાપોરથી, સાઉથ કોરિયામાંથી નદી શુદ્ધિકરણ અને જાપાનની બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ભારતમાં લઇ આવ્યા. તેઓ સારા ગુણગ્રાહી છે.

આ પુસ્તક લર્નિંગ છે, ભારતીયો માટે વિશ્વનો દ્રષ્ટિકોણ બદલાયો છે: જીતુ વાઘાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરતા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રકાશકોને અપીલ કરી કે, તેઓ આ પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કરે. આ પુસ્તક તમામ લાઇબ્રેરી અને તમામ યુનિવર્સિટીઝ અને બુક સેલરને ત્યાં પહોંચે તે જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે, “નરેન્દ્રભાઇ મોદી મા ભારતીને વિશ્વફલક પર લઇ ગયા છે અને ભારતીયો માટે વિશ્વનો દ્રષ્ટિકોણ બદલાયો છે”

કાર્યક્રમની શાબ્દિક સ્વાગતવિધિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ અને પ્રાસંગિક પ્રવચન રાજમાતા અને યુનિવર્સિટીના કુલાધિપતિ શુભાંગિની રાજે ગાયકવાડે આપ્યું હતું.

મહત્વનું છે કે, આ પુસ્તક દેશના જાણીતા અને પ્રખ્યાત બુદ્ધિજીવીઓ અને નિષ્ણાતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર લખાયેલા લેખોનું એક સંકલન છે. આ પુસ્તક નરેન્દ્રભાઇ મોદીના છેલ્લા 20 વર્ષના રાજકીય જીવનને દર્શાવે છે. 5 વિભાગ અને 21 ચેપ્ટરના સમાવેશક એવા આ પુસ્તકમાં ડૉ. એસ જયશંકરે લખેલા લેખોનો પણ સમાવેશ થાય છે.

Published On - 6:28 pm, Wed, 1 June 22

Next Article