Vadodara: હરિધામ સોખડાના ગુણાતિત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસ કરજણ CPIને સોંપવામાં આવી

|

Apr 30, 2022 | 12:49 PM

આરોપ પ્રત્યારોપ વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લા પોલીસની ટીમે સોખડના બે સંત. ત્યાગ વલ્લભ સ્વામી અને પ્રભુ પ્રિય સ્વામીની પુછપરછ કરી છે. સાથે જ મંદિરના સેક્રેટરી જે.એમ.દવેની પણ પુછપરછ કરી છે.

Vadodara: હરિધામ સોખડાના ગુણાતિત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસ કરજણ CPIને સોંપવામાં આવી
Sokhada Haridham, Gunatit Swamis untimely death case

Follow us on

હરિધામ સોખડા (Haridham Sokhada) મંદિરના વિવાદમાં હાઇકોર્ટ (High Court) ના વકીલ આજે સોખડા મંદિરના સંતો સાથે બેઠક કરવા પહોંચ્યા છે ત્યારે ગુણાતિત સ્વામીના આપઘાત મુદ્દે પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસ (Investigation)  કરજણ CPIને સોંપવામાં આવી છે અને હવે ગુણાતીત સ્વામીના આપઘાત કેસની તપાસ કરજણના CPI આર.એન.રાઠવા કરશે. મહત્વપૂર્ણ છે કે ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય પોલીસ મથકમાં થયેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. અને સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના, ત્યાગ વલ્લભ સ્વામી, પ્રભુ પ્રિય સ્વામીનું પોલીસે નિવેદન લીધું હતું. જેમાં પોલીસે એ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે સ્વામીના મોતની જાણ પોલીસને કેમ ન કરવામાં આવી?

જોકે આરોપ પ્રત્યારોપ વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લા પોલીસની ટીમે સોખડના બે સંત. ત્યાગ વલ્લભ સ્વામી અને પ્રભુ પ્રિય સ્વામીની પુછપરછ કરી છે. સાથે જ મંદિરના સેક્રેટરી જે.એમ.દવેની પણ પુછપરછ કરી છે. પોલીસ નિવેદનમાં સંતોએ મંદિરની પ્રતિષ્ઠા ખરડાવાના ડરે પોલીસને જાણ ન કરી હોવાનું જણાવ્યુ હતું અને ખુલાસો કર્યો કે પોલીસને જાણ કરવાથી સાધુ જીવનને દાગે લાગે તેમ હતું, સાથે જ ધાર્મિક લાગણીને વશ થઇને પોલીસને જાણ નહોતી કરી. સંતોએ કબ્યું હતું કે મોતની જાણ કરવાથી તેઓને ખોટા આક્ષેપ અને ગુનાઇત કાવતરામાં ફસાવી દેવાનો ડર હતો.

બીજી બાજુ સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુની બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટો ફરતા થયા છે. ગુણાતીત સ્વામીની હત્યા? તેવા સવાલ કરતો ફોટો પણ વાયરલ થયો છે. હરિધામમાં હવે પછી કોનો વારો? તેવા સવાલ સાથેનો પણ ફોટો વાયરલ થયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચોઃ Dang: જંગલને બચાવવાનો જુસ્સો, સૂર્યનો તાપ અને આગમી ગરમી વચ્ચે સતત 3 થી 4 કલાકની મહેનત કરીને દાવાનળને કાબુમાં કર્યો

આ પણ વાંચોઃ World Veterinary Day 2022: જામનગર જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા 12,212 અબોલ પશુઓની સારવાર કરવામાં આવી

Next Article