
Vadodara: ગુજરાતના (Gujarat)મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) એસ.એસ.જી હોસ્પિટલ(SSG Hospital) ખાતે રૂપિયા 9.38 કરોડની (MRI)મેગ્નેટીક રેસોનન્સ ઇમેજીંગ) અદ્યતન સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. આ એમ.આર.આઈ. મશીનની સુવિધાઓમાં 16 ચેનલ, તમામ કોઇલ સહિત કાર્ડિયાક સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. આ સુવિધા થકી અત્યંત ખર્ચાળ નિદાન પદ્ધતિ કે જે સરકારી યોજનાઓ હેઠળના દર્દીઓ તેમજ બી.પી.એલ કાર્ડ ધરાવતા દર્દીઓ માટે આ સુવિધા તદન નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે.
જેમાં અન્ય દર્દીઓ માટે રૂપિયા 2000 ના રાહતદરે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તદુપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના દર્દીઓ પણ બહોળી સંખ્યામાં એસ.એસ.જી. હોસ્પિટલની લાભ લે છે ત્યારે આ સુવિધા તમામ દર્દીઓ માટે ખુજ જ લાભકારી નીવડશે.
સરકાર તરફથી ફાળવવામાં આવેલ MRI મશીન શરીરના વિભિન્ન ભાગની સામાન્યથી લઇને અતિ ગંભીર બીમારીઓના નિદાન માટે ખુબજ ઉપયોગી છે. મુખ્યત્વે મગજની બીમારીઓ જેવી મગજનો ચેપ, મગજની સાદી કે કેન્સ્રરની ગાંઠ, અલઝૈમર અને પાર્કીનસન જેવી ઉંમર સાથે આવતી બીમારીઓનું પણ સચોટ નિદાન MRI થી કરી શકાય છે.
તદુપરાંત હાડકાની સાંધાની સ્નાયુની વિવિધ તકલીફો જેવી કે હાડકાનો કે સાંધાનો ચેપ, સાદી કે કેન્સરની ગાંઠ, સાંધાની ઇજાઓ વગેરેમાં પણ MRI ની તપાસ પણ ખૂબ જ ઉપયોગી છે ગર્ભવતી માતાના બાળકના વિકાસ તથા જો કોઈ ખોળખાંપણ હોય તો જે જાણવા MRI એક સચોટ નિદાન પદ્ધતિ છે.
આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ રંજન ભટ્ટ, મેયર નિલેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય મનીષા વકીલ, જિલ્લા કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયર, એસ.એસ.જી.ના વહીવટી અધિકારી અને અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, મેડિકલ સ્ટાફ, અગ્રણીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો