Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટના પરિવારજનોને રાઉન્ડ અપ કર્યા

| Edited By: | Updated on: Sep 29, 2021 | 6:34 AM

વડોદરા પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મદદથી 5 સભ્યોને રાઉન્ડ અપ કર્યા છે. તેમજ પરિવારજનો પર રાજુ ભટ્ટને ભગાડવામાં મદદગારીનો આરોપ છે.

વડોદરા(Vadodara)ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case)પોલીસ તપાસ તેજ કરી દીધી છે. જેમાં આરોપી રાજુ ભટ્ટના (Raju Bhatt) પરિવારજનોને અમદાવાદથી રાઉન્ડ અપ કરીને વડોદરા લઇ જવાયા છે. વડોદરા પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મદદથી 5 સભ્યોને રાઉન્ડ અપ કર્યા છે. તેમજ પરિવારજનો પર રાજુ ભટ્ટને ભગાડવામાં મદદગારીનો આરોપ છે.

આ દરમ્યાન મંગળવારે વડોદરા અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનનના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી હતી. જેની બાદ વડોદરા પોલીસ આરોપીને વડોદરા ખાતે લાવી છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની પૂછપરછ બાદ આરટીપીસીઆર ટેસ્ટ કર્યા બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના(Vadodara) ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી રાજુ ભટ્ટના મદદગાર હોટેલ માલિકની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. જેની પોલીસ દ્વારા આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસને તેમાં અનેક નવા પુરાવા અને બાતમી મળી શકે છે. જયારે બીજી તરફ આરોપી રાજુ ભટ્ટના નિવાસે સર્ચ દરમિયાન વિદેશી દારૂ અને ત્રણ કાર કબ્જે કરવામાં આવી છે.

વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં હાર્મોની હોટલના માલિક અને નંદન કુરિયરના એમડી કાનજી મોકરિયાની પોલીસે ધરપકડ કરી છે. પીડિત યુવતી નિસર્ગ ફલેટમાં રહેવા ગઈ હતી તે પહેલા કાનજી મોકરિયાની હોટલમાં 20 દિવસ રોકાઈ હતી.

આ પણ વાંચો : Ahmedabad: ઇકો અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પુત્ર-પુત્રી અને પિતાએ ગુમાવ્યા જીવ

આ પણ વાંચો : Garba: ક્યાં રમાયા હતા સુરતના પહેલા શેરી ગરબા? શું છે તેનો ઈતિહાસ? જાણો

 

Published on: Sep 29, 2021 06:33 AM