વડોદરામાં એક કરોડની ઠગાઇના કેસમાં ચાર આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર

|

Nov 22, 2021 | 11:20 PM

વડોદરામાં કંપનીના ઓડિટ દરમિયાન ભાંડો ફૂટતા રિજીયોનલ મેનેજર દ્વારા વારસિયા પોલીસ મથકે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેથી પોલીસે બે બ્રાન્ચ મેનેજર સહિત 4ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા

વડોદરામાં (Vadodara)  1 કરોડ 29 લાખની ઠગાઈ કેસ (Fraud) માં 4 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.IIFL કંપનીના બંને બ્રાન્ચ મેનેજર, સોની અને ફાયનાન્સરના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.મહત્વનું છે કે આરોપીઓએ ધિરાણ લેનારનું ડિપોઝીટ કરેલું સોનુ(Gold)  અન્ય સોનીને આપી ખોટી રીતે ધિરાણ મેળવ્યુ હતુ.

પરંતુ કંપનીના ઓડિટ દરમિયાન ભાંડો ફૂટતા રિજીયોનલ મેનેજર દ્વારા વારસિયા પોલીસ મથકે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેથી પોલીસે બે બ્રાન્ચ મેનેજર સહિત 4ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.પણ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ફાઇનાન્સ કંપનીમાં ત્રણ કિલો સોનું સગેવગે કરવાના કેસમાં FIR નોંધાઇ હતી. જેમાં IIFL ફાઇનાન્સ કંપનીની વારસિયા બ્રાંચમાં 1.29 કરોડની છેતરપિંડી થઈ છે. જેમાં મહિલા મેનેજર કિરણ પુરુષવાની સહિત 7 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 4ની અટકાયત કરવામાં આવી હતી.

આ કેસમાં ફાઇનાન્સ કંપનીની ડભોઇ બ્રાન્ચના મેનેજર સામે પણ ગુનો દાખલ કર્યો છે. જેમાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વારસિયા બ્રાન્ચ મેનેજરે સ્ટાફની મિલીભગતથી ત્રણ કિલો સોનું સગેવગે કરી દીધું હતું. જેમાં ગ્રાહકોના દાગીના પર બ્રાન્ચ મેનેજરે અન્ય સ્થળેથી લોન લઇ લીધી હતી. તેમજ ગ્રાહકો પાસેથી લોનની રકમના નાણા કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર સગેવગે કરવાનો આરોપ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 85 હજાર દીવડાઓથી મા ઉમિયાના મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ, જુઓ વિડીયો

આ પણ વાંચો : અમેરિકન ડ્રગ્સના નાણાકીય વ્યવહારો ક્રિપ્ટોકરન્સી થયો હોવાનો ખુલાસો, કોલેજો સુધી નેટવર્ક હોવાની આશંકા

Published On - 11:12 pm, Mon, 22 November 21

Next Video