અમદાવાદમાં 85 હજાર દીવડાઓથી મા ઉમિયાના મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ, જુઓ વિડીયો

અમદાવાદના જાસપુરમાં જ્યાં મંદિર નિર્માણ કાર્ય શરૂ થયું છે ત્યારે મા ઉમિયાની મહાઆરતી સાથે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો તેમજ  એક સાથે હજારોની સંખ્યામાં દીપ પ્રગટ્યા અને અલૌકિક વાતાવરણ પણ સર્જાયું.

અમદાવાદમાં(Ahmedabad)   મા ઉમિયા માતાના (Umiya Mata)  ધામમાં અદભૂત નજારો સર્જાયો છે.  જ્યારે 85 હજારથી પણ વધુ દીવડાઓથી(Diyas)  મંદિરની પ્રતિકૃતિ(Temple Replica)  બનાવાઈ હતી. જાસપુરમાં જ્યાં મંદિર નિર્માણ કાર્ય શરૂ થયું છે ત્યારે મા ઉમિયાની મહાઆરતી(Mahaaarti)  સાથે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો તેમજ  એક સાથે હજારોની સંખ્યામાં દીપ પ્રગટ્યા અને અલૌકિક વાતાવરણ પણ સર્જાયું.

આજથી આસ્થાના કેન્દ્ર અને વિશ્વના સૌથી ઊંચા(World Tallest)  ઉમિયા માતાજીના(Umiya Mata) મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદના (Ahmedabad) જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના(Vishv Umiya Foundation)  બેનર હેઠળ પાટીદાર અગ્રણીઓ એકઠા થયા છે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ મંદિરના નિર્માણ કાર્ય પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનું(CM Bhupendra Patel)  સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ સામેલ થયા હતા.

નિર્માણ કાર્યારંભ સમારોહની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરાઈ. આ પ્રસંગે વિજય રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જોડાયું છે અને મંદિર નિર્માણ કરે છે.

વધુમાં તેમણે કહ્યું કે, માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ તમામ સમાજ માટે આ ગૌરવની વાત છે, ગુજરાતમાં સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા, સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં અને સૌથી મોટો પાર્ક કચ્છમાં બન્યો છે. જે પરંપરા નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે તેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જોડાયું અને હવે તે જ દિશામાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Gujarat : જાણો રાજ્યના કોરોના અપડેટ સાથે મહત્વના સમાચારો, માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 : પીએમ મોદી કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન

Click on your DTH Provider to Add TV9 Gujarati