Vadodara IT Raid : પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર ITના સર્ચ ઓપરેશનનો પાંચમો દિવસ, દુબઇની કંપની થકી આયાત નિકાસના ગોટાળાની આશંકા, જૂઓ Video

વડોદરામાં (Vadodara) પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર સર્ચ અને કાઉન્ટિંગની કામગીરી ચાલુ છે. બંને ગ્રુપના વડોદરા, ભરૂચ, ગાંધીધામ, દિલ્હી સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. 30થી વધુ સ્થળોએ ITની ટિમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Vadodara IT Raid : પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર ITના સર્ચ ઓપરેશનનો પાંચમો દિવસ, દુબઇની કંપની થકી આયાત નિકાસના ગોટાળાની આશંકા, જૂઓ Video
| Edited By: | Updated on: Jun 26, 2023 | 12:24 PM

Vadodara : આવકવેરા વિભાગે (income-tax department) છેલ્લા કેટલાક દિવસથી મોટી ટેક્સ ચોરી થતી હોવાની આશંકા સાથે 30થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન (search operation ) કર્યુ છે. આવકવેરા વિભાગે ગુજરાતમાં વડોદરા, કચ્છ અને દિલ્હી સહિત દેશમાં 30થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં વડોદરામાં શિવપ્રકાશ ગોયલ, જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રૂપ અને પ્રકાશ કેમિકલમાં તપાસ હાથ ધરી છે. વડોદરાના આ બંને પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર આઈટીના દરોડાનો આજે પાંચમો દિવસ છે.

આ પણ વાંચો-Rain Breaking : ગુજરાતમાં 24 કલાકમાં 125 તાલુકામાં થઇ મેઘમહેર, સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ

વડોદરામાં પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપ પર સર્ચ અને કાઉન્ટિંગની કામગીરી ચાલુ છે. બંને ગ્રુપના વડોદરા, ભરૂચ, ગાંધીધામ, દિલ્હી સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. 30થી વધુ સ્થળોએ ITની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બંને ગ્રુપ પાસેથી કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે તો 30થી વધુ લોકરમાંથી મળેલી જવેલરી અને રોકડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના પ્રકાશ ગ્રુપની એક કંપની દુબઈમાં પણ છે. દુબઈની કંપની થકી આયાત નિકાસના ગોટાળાની આશંકા છે. ટેક્સની મોટી રકમની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે.

મહત્વનું છે કે વડોદરામાં કંપનીના માલિક દિલીપ શાહ અને મનીષ શાહને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ કરી છે. આ તરફ ગોયલ ગ્રૂપના ગાંધીધામના ભીમાસરમાં આવેલા કચ્છ કેમિકલ પ્લાન્ટ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસના અંતે મોટાપાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે.

સ્ટેટ GST વિભાગ દ્વારા પણ દરોડા

બીજી તરફ સ્ટેટ GST વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરતના કોસ્મેટિક ટ્રીટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરીની (plastic surgery) સેવાઓ આપનાર વિક્રેતાઓને ત્યાં પણ દરોડા (raid) પાડવામાં આવ્યા છે. જે પછી કોસ્મેટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ વિભાગના ધ્યાને આવ્યું હતુ કે વેપારીઓ તેમની કિંમતની સામે જીએસટી ભરતા ન હતા તો બીજી તરફ સુરતમાં યાર્ન ઉત્પાદક ગ્રુપની 5.75 કરોડની કરચોરી પણ GST વિભાગના દરોડામાં સામે આવી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:31 am, Mon, 26 June 23